મોટાભાગના લોકોના ઘરે રોટલીઓ વધતી હોય છે. જો કે અનેક લોકો વધેલી રોટલીને ફેંકી દેંતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે વધેલી રોટલી ફેંકી દેવાથી અન્નનું અપમાન થાય છે. આમ, જો તમારા ઘરમાં વધેલી રોટલીઓ બચી છે તો તમે આ રેસિપી એક વાર અચુક ટ્રાય કરો. આ રેસિપીથી તમારી રોટલી પણ કામમાં આવશે અને મસ્ત નાસ્તો પણ બની જશે. તો આજે અમે તમને જણાવીશું કે વધેલી રોટલીમાંથી કેવી રીતે બનાવશો રોટી નુડલ્સ. તો જાણી લો તમે પણ વધેલી રોટલીમાંથી કેવી રીતે બનાવશો સ્વાદિષ્ટ નુડલ્સ…
સામગ્રી
- 4 થી 5 વધેલી રોટલી
- સ્વાદાનુંસાર મીઠું
- તેલ
- 2 કાપેલી ડુંગળી
- 2 કળી કાપેલું લસણ
- 3 થી 4 કટ કરેલા શિમલા મરચા
- 1 ઝીણી સમારેલી કોબીજ
- 2 ચમચી વિનેગર
- ½ ચમચી ટોમેટો સોસ
- ½ ચમચી સોયા સોસ
બનાવવાની રીત
- વધેલી રોટલીમાંથી નુડલ્સ બનાવવા માટે સૌથી પહેલા રોટલીઓના ઝીણા-ઝીણા કટકા કરી લો.
- પછી ડુંગળી, લસણ, કોબીજ, શિમલા મરચાને ધોઇને બરાબર કટ કરી લો.
- હવે એક કઢાઇ લો અને એમાં તેલ ગરમ કરવા માટે મુકો.
- તેલ ગરમ થઇ જાય એટલે એમાં શિમલા મરચા, કોબીજ અને લસણ એડ કરો.
- હવે આ બધા જ મિશ્રણને સરખી રીતે મિક્સ કરી લો.
- પછી આમાં મીઠું, દહીં, હળદર અને લાલ મરચું એડ કરો.
- ત્યારબાદ આમાં ઝીણા કરેલા રોટલીના કટકા એડ કરો અને આ બધુ સારી રીતે મિક્સ કરી લો.
- હવે આ રોટી નુડલ્સમાં તમે ટોમેટા સોસ, સોયા સોસ, વિનેગર, રેડ ચીલી સોસ એડ કરીને બધુ શાકભાજી એડ કરી દો.
- પછી તમે નુડલ્સને 10 મિનિટ સુધી થવા દો અને પછી સોસની સાથે સર્વ કરો.
- તો તૈયાર છે રોટી નુડલ્સ.