ઉંમરની અસર દરેક લોકોના શરીર પર દેખાતી હોય છે. એમાં પણ ખાસ કરીને ફેસ પર ઉંમરની અસર જલદી દેખાઇ આવે છે. આજની આ ફાસ્ટલાઇફની વાત કરીએ તો દરેક લોકોને વાળની સમસ્યા હોય છે. બ્યટી એક્સપર્ટના જણાવ્યા અનુસાર વાળના ગ્રોથ માટે પ્રોટીનની ખાસ જરૂરિયાત હોય છે. તો આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ બતાવીશું જેમાં પ્રોટીનની માત્રા વધુ હોય જેના કારણે તમે તમારા વાળનો ગ્રોથ વધારી શકો.
- તમે જ્યારે પણ તમારા હેર વોશ કરો ત્યારે દૂધથી કરો. દૂધથી હેર વોશ કરવાથી તમારા વાળનો ગ્રોથ વધે છે અને સાથે સિલ્કી પણ થાય છે.
- વાળમાં ઇંડાનું હેર માસ્ક લગાવો. ઇંડાનું હેર માસ્ક લગાવવાથી વાળને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. આ સાથે જ ઇંડાથી તમારા વાળ ઓઇલી થાય છે અને ડ્રાયનેસ દૂર થાય છે. ઇંડાનો હેર માસ્ક તમારા વાળને સિલ્કી કરવાનું કામ પણ કરે છે.
- વાળ માટે હંમેશા ચોખાના પાણીનો ઉપયોગ કરો. ચોખાના પાણીમાં દરેક પ્રકારના વિટામીન્સ અને પ્રોટીન હોય છે. આ માટે જ્યારે પણ તમે હેર વોશ કરો ત્યારે ચોખાના પાણીથી કરો. ચોખાના પાણીથી હેર વોશ કરવાથી તમારા વાળનો ગ્રોથ ફટાફટ વધે છે અને સાથે સિલ્કી પણ થાય છે.
- અઠવાડિયામાં બે વાર હેર વોશ કરો. બે વાર હેર વોશ કરવાથી તમારા વાળ ચીકણા થતા નથી જેના કારણે ગ્રોથમાં પણ વધારો થાય છે.