ચાલ ને મળીયે વરસાદના આ ઝાપટા વચ્ચે,
અડધી ખુલતી તારી આંખો, અને નાના મોટા છાંટા વચ્ચે,
તું લઈ ને આવ ચાલ ચા ભરેલા બે કપ,
ચા નો અનેરો આનંદ માણીયે અગિયાર માં માળ ની છત વચ્ચે,
ખુલ્લા તારા કેશ જોને વરસાદે ભીંજવી દીધા,
આવ ઓરી ઓળી દઉં હું તને બેસાડી બે પગ વચ્ચે,
વર્ષો બાદ ફરી પલળવાનું મન થયું છે,
આપજે તું સાથ આ ધરતી ‘ને આકાશ વચ્ચે,
તું પલળતી વરસાદ થી ‘ને તને જોઈને પલળતો હું,
મારી કલ્પનાને આપી છે વાચા,
મે આજે કલમ અને કાગળ ની વચ્ચે……..