રીતિ રિવાજ ને પાછળ મૂકીને આગળ વધવું પડે છે
જ્યારે કોરોનામાં લોકડાઉન જેવી મહામારી નડે છે ,
પોતાના સામે પણ શરમથી માથું ઝુકાવવું પડે છે
જ્યારે કોરોનામાં લોકડાઉન જેવી મહામારી નડે છે ,
પાનેતરમાં પણ મેચિંગ માસ્ક પહેરવું પડે છે
જ્યારે કોરોનામાં લોકડાઉન જેવી મહામારી નડે છે ,
તમામ સપનાઓને સંકેલીને મૂકી દેવા પડે છે
જ્યારે કોરોનામાં લોકડાઉન જેવી મહામારી નડે છે ,
ચહેરા પરનું હાસ્ય માસ્ક પાછળ છુપાવવું પડે છે
જ્યારે કોરોનામાં લોકડાઉન જેવી મહામારી નડે છે ,
પીઠીના રિવાજની ક્યાં વાત કરવી હાથમાં
સેનેટાઇઝર લગાવીને ફરવું પડે છે
જ્યારે કોરોનામાં લોકડાઉન જેવી મહામારી નડે છે ,
જાનૈયા અને જાનની તો ક્યાં આશા રાખવી
અરે દીકરીનું વિદાય પણ ડરતા ડરતા કરવી પડે છે
જ્યારે કોરોનામાં લોકડાઉન જેવી મહામારી નડે છે ,
કોને દોષ આપવો ? પરિસ્થિતિને કે માણસને ?
સંબંધો અને રિવાજો પણ ઓછા કરવા પડે છે
જ્યારે કોરોનામાં લોકડાઉન જેવી મહામારી નડે છે….
તૃપ્તિ પંડ્યા