લેખન શબ્દ પોતાના માં જ એક ગૂઢ રહસ્ય ધરાવે છે. આંગળીઓ અને કલમ નું આ સંયોજન માનવ મગજ ની રચનાઓ ને વાસ્તવિકતા પ્રદાન કરે છે ! સદીઓ થી આ વિદ્યા સમયાંતરે વિકસિત થઈ જેના પરિણામરૂપે આજ ની દુનિયા નું નિર્માણ સંભવ થયું છે .
ઉત્ક્રાંતિવાદ ના સિદ્ધાંત મુજબ ક્રમાનુસાર માણસો નું મગજ વિકસવાની શરૂઆત થઈ, અદિમાનવો ના સમય થી એકમેક ને વાર્તાલાપ માટે સંજ્ઞાઓ નો ઉદ્ભવ થયો જે પાષાણ પર કોતરવામાં આવતી. આજે પણ તેના પુરાવા મળી રહ્યા છે. પ્રાચીન સભ્ય સંસ્કૃતિઓ જેવી કે હડપ્પા, મોહેજો-દરો, સિંધ, ઇજિપ્ત વગેરે માં પાષાણ, તામ્રપત્રો પર લખેલા એ સમય ના લેખનો આપણને એ સમય ની પ્રતીતિ કરાવે છે.!
આજના યુગ ની વાત કરીએ તો સદીઓ થી લેખન એ કોઈ ભીષણ શસ્ત્ર કરતા પણ વધારે કારગર સાબિત થાય છે. કલમ ના જોરે સત્તાપલટો થઈ શકે છે, રામાયણ અને મહાભારત ના યુગ માં પણ વ્યવહાર પદ્ધતિ લેખન દ્વારા જ કરવામાં આવતી , કોઈ દેશ ને મિત્રતા કે શત્રુતા પણ સંદેશો આપી ને જ કરવામાં આવતી !
આજે પણ વિશ્વ માં અબજો લેખક છે , જે પોતાની કલમ અને લેખન ના જોરે પરિસ્તીથીઓ ને બદલી નાખે છે ! માનવજીવન ને શ્રેષ્ઠ બનવવા માટે પણ શિક્ષણ ની જરૂર પડે છે, જે લેખન વગર શક્ય નથી ! મહાન લેખકો, સાહિત્યકારો, કવિઓ, હાસ્યકારો, વ્યંગકારો, ગણિતજ્ઞઓ, વગેરે પોતાના લેખન થી જ મહાન થયા છે અને તેમની રચેલી કૃતિઓ ના આધારે વર્તમાન અને ભવિષ્ય નું નિર્માણ થાય છે !
બસ આ લેખન નો હેતુ એક જ છે ઈન્ટરનેટ ના આ યુગ માં વ્યક્તિગત આપણે સૌએ લેખન કળા ને જાળવી રાખવી જોઈએ , જે આપણું અને આવનાર યુગો નું વર્તમાન અને ભવિષ્ય સુદ્રઢ બનાવી શકે …