ઘણી વાર દેવ ધ્યાન નો આભાર માને છે કારણ કે એની 1 રાત્રિ જ એના માટે પરીક્ષા કેન્દ્ર બની ગઈ હતી
વાત થઈ એમ કે લગ્ન બાદ ઘરઃ માં આગમન કર્યા બાદ
1 આરતી
2 થાપા
3 કળશ
4 કુમ કું પગલાં
5 કોડી ની રમતો
રમાડ્યા બાદ પોતાના જ રૂમ માં 1 વાર એ પ્રવેશે છે
નામ ના જાણ્યા હોય એવા પુષ્પો થી સજાવેલ રૂમ માં દીવા ના પ્રકાશે દેવ ના મન ને ખુશ કરી દીધું
દસ મિનિટ બાદ દેવ ને મળવા ધ્યાન ના મમ્મી આવે છે રમાં બેન સાવ જુનવાણી વિચારો ના માલિક એમને દેવ ના હાથ માં સફેદ કપડું મૂક્યું ને કહ્યું દેવકી આં લે સવારે આલ જ હોવું જોઈએ હો એમ કહી બાર ઉપડ્યા દેવ આશ્ચર્યમાં એમને જોતી જ રહી અને આખો ભરાય આવી
ધ્યાન રૂમ આવ્યો દેવ શું થયું દેવ એ સફેદ કપડું ધર્યું ધ્યાન બધું સમજી ગયો
સવારે સાડા પાંચે દેવ ના રૂમમાં દ્વાર ખખડ્યા ધ્યાને દરવાજો ખોલ્યો તો સામે માં કાકી મસી ફૂઈ બધાજ સામે ઊભા ધ્યાને દરવાજો અડાડ્યો e e કપડું હાથ માં લીધું ને દેવ ના સિંદૂર ના ટપકા પૂર્યા કંકુ વાડું એ સફેદ કપડું લાલ કપડાં માં બદલાયું ને એને દરવાજો ખોલી મમ્મી ને ધર્યું. આ લાલ કપડું જોતા બધી સ્ત્રીઓ ખુશ થઈ ગઈ
ધ્યાને એની મમ્મી ને બસ એક પ્રશ્ન પૂછ્યો
મમ્મી શું. બા એ પણ તારી પાસે લાલ કપડું માંગ્યું હતું કે રમાં બેને ના કહ્યું ને એમને અચાનક ધ્રાસકો પડ્યો ધ્યાને રમાં બેન ની સામે એવી નજર થી જોયું કે રમાં બેન સમજી ગયા કે આજે એ એમના જ દીકરા ના નજર મા પડી ગયા
લેખિકા : દેસાઈ માનસી