“જેમણે લાગણીથી એક નાનકડા કુમળા છોડને પ્રેમ અને પરિશ્રમના અદ્ભુત સિંચન થી એક ઘટાદાર વૃક્ષનું નિર્માણ કોઈ આશ રાખ્યા વિના કર્યું છે અને જેની લાગણી વહેવાનો સ્ત્રોત પણ તમારા થી અને મારાથી જ છે એવા એક અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતા તમારા ને મારા ઇશ્વર એટલે પિતા.”
લાગણીના એક અદ્ભુત સ્વરૂપમાં તમારી સૌથી નજીક અને હંમેશા તમારી ખુશી માટે તત્પર રહેતા અને તમારી અંદર જીવતા એક વ્હાલમય અને દરિયા જેટલું વિશાળ હૈયું ધરાવતા અને તમારી ખુશીમાં ખુશી શોધતા અને જેની જીંદગી ની જમાપુંજી અને પરિશ્રમ બંને ફળ તમને જ આપ્યા છે. જેમણે તમારી સાથે રમતા રમતા તમારી લાગણીને વાચા આપી જગતમય જીવતા શીખવ્યું છે. જગતનું એક માત્ર ‘મા’ સિવાય નું પાત્ર કે જે તમને કોઈ દિવસ ના કહી શકતું જ નથી. જેમણે ડગલે ને પગલે કંઈક આશાઓ ને સેવીને એક વટવૃક્ષ સમી તમારી જીંદગી બનાવી છે એ પણ નિસ્વાર્થ ભાવે. જેમણે તમારી જીદની હદ જોયા વગર તમને અનહદ આપવાનો પ્રયાસ હર હંમેશ કર્યો છે. જેમના પરિશ્રમની ફળશ્રુતિ થી જ તમારી જાહોજલાલી અને મોજશોખ છે. એવું વ્યક્તિ એટલે તમારા પિતા… અંતે એક વિશેષ વાત કે જેમના દર્દ ને એમના ઘડપણ ના સમયમાં સમજી જશો ને તો જગતમાં ઇશ્વરને શોધવા જવા જ નહીં પડે એવું લાગણીશીલ વ્યક્તિ એટલે પિતા.