મૌન રહીને પણ સમજણ આપી શકો છો,
ગજબ કસબ તમે વારે વારે કરી જાણો છો.
સવારે સવારે ગરમ ચા સાથે રોજે મળી,
આ હૈયાંને અનેરી ટાઢક દઈ જાણો છો.
સાચવી શકો છો સંબંધ કોઈ પણ સ્થિતિમાં,
કારણ સંવાદે વલણને નરમ રાખી જાણો છો.
પરીક્ષા જેવું આ જીવતર સહેલું લાગે હવે,
સસ્મિત હર સમયે ઉત્તર આપી જાણો છો.
સાવ એકલવાયી ક્ષણો હવે તો લીલીછમ છે,
સમયયસર લાગણીનું સીંચન ભરી જાણો છો.
નિલેશ બગથરિયા “નીલ”