છોકરીઓ એના લગ્ન સમયે સુંદર દેખાવવા માટે અનેક ઘણા પ્રયત્ન કરતી હોય છે. મેક અપ લઇને ફુટવેર, એમ લહેંગાથી લઇને બીજી કોઇ પણ વસ્તુની ઉણપ પોતાનામાં દેખાવા દેતી નથી. લગ્નના બે ત્રણ મહિના પહેલા જ આ કારણે અનેક છોકરીઓ પોતાની તૈયારી શરૂ કરી દેતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે અનેક છોકરીઓ પોતાના ફુટવેર પર પ્રોપર ધ્યાન આપતી નથી જેના કારણે તેઓ પાછળથી પસ્તાવો કરતી હોય છે. આમ, જો તમારા પણ ટૂંક સમયમાં લગ્ન છે તો તમે પણ ફુટવેરની ખાસ કરીને આ રીતે પસંદગી કરો.
- ફુટવેરની પસંદગી હંમેશા તમારા ડ્રેસ પ્રમાણે કરો. જો તમે તમાર ડ્રેસને અનુરૂપ ફુટવેરની પસંદગી કરશો તો તમારો લુક આખો બદલાઇ જશે અને તમને પણ કમ્ફોર્ટેબલ રહેશે.
- ફુટવેર લેતા પહેલા ખાસ જાણી લો કે તમારા પગમાં કયા ટાઇપના ચંપલ સારા લાગશે. આ માટે તમારું માઇન્ડ ક્લિઅર હોવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને તમે સ્ટોરમાં જાવો તો કોઇ કન્ફ્યુઝન ના રહે.
- જો તમને બહુ હાઇ હિલના ચંપલ કે સેન્ડલ ના ફાવતા હોય તો તમે એ ખરીદશો નહિં. જો તમે આ ટાઇપના ફુટવેરની પસંદગી કરશો તો તમને ચાલતી વખતે અનેક પ્રોબ્લેમ્સ થશે અને સાથે તમને પડી જવાનો પણ ડર રહેશે.
- તમારા લગ્નના ડેસ્ટિનેશનથી તમારે સાસરીમાં જવાનું હોય છે, આ કારણે તમારે થોડુ ઘણું ચાલવાનું પણ થાય છે. આ માટે તમે તમને કમ્ફોર્ટેબલ હોય એવા ફુટવેર લો જેથી કરીને તમને બીજી કોઇ તકલીફ ના પડે.
- લગ્નના ફુટવેર લેતી વખતે હંમેશા તમારા લહેંગાને મેંચિગ લો. જો કે અત્યારે કોન્ટ્રાસ મેંચિગનો પણ ટ્રેન્ડ છે. એટલે તમે કોન્ટ્રાસ પણ મેચ કરી શકો છો.