જો તમે પીરિયડ થોડા દિવસો માટે મુલતવી રાખવા માંગતા હોય તો તમારે બહારની દવાને લેવાના બદલે તો આ ઘરેલું ઉપાય ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે બહારની દવા લેવાથી આપણા શરીરને નુકસાન પણ થાય છે. જેથી બહારની દવા લેવા કરતા ઘરેલુ જ નુસ્ખા કરવા જોઈએ.
માસિક એ મહિલાઓને દર મહિને આવે છે. એટલે ઘણી વખત એવું થાય કે બહાર જવાનું કે ધાર્મિક પ્રસંગમાં જવાનું થાય તો માસિકની સમસ્યા નડે છે. ફંકશન, પૂજા કે ધાર્મિક અનુષ્ઠાનને લઈને મહિલાઓ પોતાના પીરિયડ્સ લેટ કરાવવાની જરૂર પડે છે. પીરિયડ્સ મોડા કરવા આ નુસ્ખા અપનાવો….
તીખા તમતમતા ભોજનથી બચો
માસિકને લેટ કરવા માટે તીખા તમતમતા ભોજનથી બચવું જોઈએ. ખાસ કરીને લસણ ડુંગળી મરચું અને મરીથી..
અજમાના પાન
અજમો કે અજમાના પાનને ગરમ પાણીમાં નાખીને ઉકાળો. તેમાં થોડું મધ નાખો. આવું એક અઠવાડિયા પીવાનું શરૂ કરી દેવું.
ભાતનું પાણી
ભાતના પાણીમાં લીંબુ નાખીને પીવું. આવું દિવસમાં 3-4 વાર કરવું. જેથી પિરિયડ્સ પણ મોડા આવશે.
ફુદીનો
ફુદીનાના પાનનું રોજ સેવન કરવું. જેથી પિરિયડ્સ ટળી જશે અને દુખાવામાં પણ રાહત થશે.