આપણી પાસે જીવનમાં ઘણા લક્ષ્યો હોય છે પણ આપણને જેમ મુશ્કેલીઓ આવે છે, તેમ તરત જ આપણે એ લક્ષ્યને બદલી નાખીએ છીએ. આપણે વિચારી લઈએ છીએ કે આપણાથી આ લક્ષ્ય પૂરું જ નહીં થાય. આપણે આપણા લક્ષ્યો બરફ જેવા નહીં પણ પથ્થર જેવા રાખવા જોઈએ. બરફની સામે જેમ ગરમી આવશે તેમ તે ઓગળી જશે. આપણા લક્ષ્યને આપણે મુશ્કેલીઓની ગરમીથી ઓગળવા ના દેવું જોઈએ. જો આપણા લક્ષ્યો પથ્થર જેવા હશે તો ગરમી, ઠંડી કે વરસાદ હશે, તો પણ પથ્થર ઓગળશે નહિ.મતલબ કે આપણે આપણાં લક્ષ્યને પથ્થર જેવા રાખીશું તો ગમે તેટલી મુશ્કેલીઓ આવશે,આપણે આપણા લક્ષ્યને બદલીશુ નહીં તેથી હમેશા લક્ષ્ય એ જ રાખો, કદી બદલશો નહીં અને આ પંક્તિઓ યાદ રાખો
“રાખો પોતાના લક્ષ્ય ને પથ્થર જેવા,ન રાખશો બરફ જેવા,
બરફ તો ગરમીની સામે ઓગળી જશે,નહીં ઓગળશે પથ્થર.”