ઘણા ખરા કપડાં પહેરવાના શોખીન લોકોને તે કપડું કેવી રીતે બનાવવામાં આવ્યું છે તેની પણ જાણકારી હોતી નથી, તો પછી પોતાના ઘરને સજાવટ માટેની કપડાની વસ્તુઓ પર રંગાટી કામ કે શણગાર કેવી રીતે કરવામાં આવે છે તેની જાણકારી પણ તેમને કેવી રીતે હોય. ચાલો આતો હતી જાણકારી ની વાત પણ હવે આવીએ મુખ્ય મુદ્દા પર. પાકિસ્તાનમાંથી ઉદભવેલી રોગન ચિત્રકળા એટલે કે કાપડ પર રંગાટી કામ કરવા માટેની કળા જેને આપણા દેશના મોટાભાગના લોકો જાણતા નથી. રોગન ચિત્રકલા ભારતને મળેલી અમૂલ્ય દેન છે, જેની સંરક્ષણાત્મક કામગીરી હાથ ધરાઈ રહી છે. રોગન ચિત્રકળા નો ઈતિહાસ ઉદભવ, વિકાસ અને તેની જાળવણી માટેના તમામ પાસાઓ મુસ્લિમ સમુદાય એટલે કે ખત્રી મુસ્લિમ સમુદાય સાથે જોડાયેલો છે. આ વાત સાંભળીને અબ્દુલભાઈ ખત્રી વિશે જાણવાની તમારી ઉત્સુકતા વધી ગઈ હશે. આધુનિક યુગમાં કાપડ રંગાટી કામની પદ્ધતિઓ પણ ઘણી બધી વાપરવામાં આવે છે, જેમાં રોગન ચિત્રકલાનું આગવસ્થાન છે. તમે ગુજરાતના પ્રવાસ માટે નીકળ્યા હોવ તો તમે કચ્છની મુલાકાત તો અચૂક જ લેવાના ત્યારે, તમે રોગન ચિત્રકળા માટે જાણવા માંગતા હોવ તો રોગન જાણકાર અબ્દુલભાઈના ગામમાં જઈ મુલાકાત લઈ શકો, તેઓ કચ્છના જ વતની છે.
તમે જાણતા હોવ તો આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ પણ રોગન ચિત્રકળા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ આપેલી છે. રોગન કલા માટેનો રંગ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે તે પણ એક જાણવા જેવી બાબત છે. સૌપ્રથમ જેટલું કાપડ રંગવાનું હોય તેના માપના પ્રમાણમાં એરંડાનું તેલ એટલે કે દિવેલાનુ તેલ ગરમ કરવામાં આવે છે, તે પણ એક દિવસ નહીં પણ ત્રણ દિવસ સુધી તેને એકધારું ગરમ કરવામાં આવે છે, ત્યારબાદ તેમાં તેલમાં મિશ્રણ પામતા હોય તેવા રંગો તેમાં ઉમેરવામાં આવે છે, અને તે રંગ જાડો બને ત્યાં સુધી તેને ગરમ કરવામાં આવે છે. લગભગ આ રંગને તૈયાર થવા માટે અઠવાડિયા જેટલો સમય વીતી જાય છે. ચીકણો જાડો રંગ તૈયાર થઈ ગયા બાદ લાકડાની પાતળી સળી વડે કાપડ પર વિવિધ ભાત ની ડિઝાઇનો તૈયાર કરવામાં આવે છે. લગ્ન પ્રસંગે બહેનો જેમ પોતાના હાથમાં મહેંદી મૂકે છે તેવી જ રીતે તે કાપડ પર રંગાટીકમ કરવામાં આવે છે. કાપડ પર વિવિધ ભાત ની ડિઝાઇનો તૈયાર કરવા માટે લગભગ પાંચથી સાત દિવસનો સમય નીકળી જાય છે. આ રંગાટી ચિત્રકલામાં શોર્ટકટ ટ્રીક પણ વાપરવામાં આવે છે તેમાં કંઈક આવું છે કે, કાપડના અડધા ભાગ પર હાથ વડે ડિઝાઇનો તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ અડધા કાપડ પર તે કાપડ સુવડાવીને તેની ભાત લેવામાં આવે છે એટલે કે રંગેલા અડધા કાપડ પર બાકીના રંગ વગરના અડધા કાપડ પર તેની છાપ લેવામાં આવે છે. ચિત્રકલામાં ખૂબ ઝાઝો સમય માંગતી હોવાથી તે કાપડ નું મૂલ્ય પણ ખૂબ હોય છે.