આજે અમે તમને શીખવાડિશું પનીર પુલાવ બનાવતા. આ પુલાવ તમે ઘરે બનાવો છો તો ખાવાની બહુ જ મજા આવે છે અને આ ખાધા પછી તમે બહારનો પુલાવ પણ ખાવાનું ભુલી જશો. તો જાણો કેવી રીતે બનાવશો પનીર પુલાવ..
સામગ્રી
- 2 કપ બાસમતી ચોખા
- સ્વાદાનુંસાર મીઠું
- 1 નાની ચમચી લસણની પેસ્ટ
- ઇલાયચી
- ગરમ મસાલા પાઉડર
- કેસર
- કાળા મરી
- હળદર
- સરસવનું તેલ
- તમાલપત્ર
- ખાંડ
- કિસમિસ
- પનીર
- આદુની પેસ્ટ
- એલચી
- દૂધ
- ડુંગળી
- ઘી
- દહીં
- ફુદીનાના પાન
- લાલ મરચું
- કાજુ
બનાવવાની રીત
- પનીર પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં પનીરના ટુકડા કરી લો.
- હવે આ પનીરમાં ચપટી મીઠું, દહીં, હળદર, સરસવનું તેલ, અડધી ચમચી આદુ અને લસણની પેસ્ટ નાંખીને એક બાજુમાં મુકી રાખો.
- હવે આ પનીરને બેથી ત્રણ કલાક માટે ફ્રીજમાં મુકી રાખો.
- ત્યારબાદ એક તપેલી લો અને એમાં ઘી ગરમ કરવા મુકો.
- ઘી ગરમ થઇ જાય એટલે એમાં સમારેલી ડુંગળી એડ કરો અને બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો.
- ત્યારબાદ એમાં તજ, એલચી, કાળા મરી, તમાલપત્ર ઉમેરો.
- આ બધું એડ કર્યા પછી એમાં આદુ લસણની પેસ્ટ ઉમેરો.
- હવે આ પેસ્ટને સાંતળો જેથી કરીને કાચુ રહી ના જાય.
- ત્યારબાદ આમાં ચોખા,મીઠું, હળદર, ખાંડ એડ કરીને ધીમી આંચ પર હલાવતા રહો.
- પનીરને ફ્રીજમાંથી કાઢી લો અને પનીરને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો.
- હવે આ પનીરને ચોખામાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- ત્યારબાદ એમાં ગરમ મસાલો અને લાલ મરચું પાઉડર નાંખીને હળવા હાથે મિક્સ કરી લો.
- હવે આમાં કાજુ અને કિસમિસ ઉમેરો અને કેસર દૂધમાં ઓગાળીને ચોખામાં એડ કરો.
- ચોખામાં 4 કપ પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરીને પેન ઢાંકી લો.
- પાણી ઉકળે પછી પકવા દો.
- હવે એમાં સમારેલા ફુદીનાના પાન સાથે સર્વ કરો.
- તો તૈયાર છે પનીર પુલાવ