રેતીમાં ભલેને રમતું, ધમકાવતા નહીં,
બાળકને હોય છે ગમતું રડાવતા નહીં.
દૂર દૂરથી ઉડી ઉડીને આવ્યા છે પંખીઓ,
આંગણને કેવું શોભાવતા ! ઉડાડતા નહીં.
મેળો ભરચક ભરાયો ને જોબનિયું ખીલ્યું,
હાથમાં લે છે ફૂમતું, વાત ચગાવતા નહીં.
દૂર પેલા મશાણમાં કેવો હોય છે સન્નાટો,
મડદું હોય બળતું, ભૂત જગાડતા નહીં.
ચેતી જજો વિષકન્યા બેઠી છે મારવા માટે,
મુખ હોય હસતું, હોઠે લગાડતા નહીં.
-દિનેશ નાયક “અક્ષર”