ગરીબ માણસની દીકરી,
માંડ એકાદ ટંક ખાવા મળે, દીવા તળે ભણી,
રીઝલ્ટ – ૯૩%
પછી
એના સમાજે
હજારોના ખર્ચે છાપામાં જાહેરાત આપી : –
“સમાજનું ગૌરવ”
ગરીબ માણસની દીકરી,
માંડ એકાદ ટંક ખાવા મળે, દીવા તળે ભણી,
રીઝલ્ટ – ૯૩%
પછી
એના સમાજે
હજારોના ખર્ચે છાપામાં જાહેરાત આપી : –
“સમાજનું ગૌરવ”
આંસુઓનો ભાર લાગે છે અહીં, દર્દની આ મોકાણ લાગે છે અહીં, માત્ર બે ડગલાં હશે અંતર છતાં, આવતાં તો વાર લાગે છે અહીં , તું નથી, કાઈ નથી સંસારમાં, જિંદગી બેકાર લાગે છે અહીં, છે વિરહની વેદના હવે તો ઘણી જો સુનો સંસાર લાગે છે અહીં, જિંદગી શોભાવવા માટે હવે, પ્રેમનો શણગાર લાગે છે અહીં, હિંમતસિંહ ઝાલા
બ્રાહ્મણની રસોઈ ને રાજપૂતની રીત, વાણિયાનો વેપાર ને પારસીની પ્રીત, નાગરની મુત્સદી ને વ્યાસની ભવાઈ, લોહાણાની હુંસાતુંસી ને ભાટિયાની ભલાઈ, આયરની રખાવટ ને ચારણની ચતુરાઈ, મેમણની મક્કારી ને સૈયદની લુચ્ચાઈ, કણબીની ખેતી ને સંધીની ઉઘરાણી, પઠાણનું વ્યાજ ને ઘાંચીની ઘાણી, મેરનો રોટલો ને પૂજારીનો થાળ, કોળીની કરકસર ને ભક્તોની માળ, વહિવંચાની બિરદાવળી ને ઢાઢીનાં વખાણ, ભાટની કવિતા ને માણભટ્ટની માણ, મણિયારાની ચૂડલી ને વાંઝાનો વણાટ, ખવાસની ચાકરી ને ખત્રીનો રંગાટ, સીદ્દીઓનો મસીરો ને કાગદીની શાઈ, ખોજાના ડાળિયા ને કંદોઈની મિઠાઈ, ચુંવાળિયાનું પગેરૂં ને વાઘેરની કરડાઈ, આડોડિયાની ઝડઝપટ ને તરકની તોછડાઈ, અબોટીનાં કીર્તન ને બદાણિયાની ઠેક, સોમપુરાના મંદિરો ને ઘંટિયાની ખેપ,...
તમારા વગર એ કુંવારી જ રહેશે, તમારી કબર તો તમારી જ રહેશે. તમે ઘર કે શેરી બદલશો પરતું, ભીંતોની વફા એકધારી જ રહેશે. આ બારીથી થઈ ના શકાશે બગીચો, એ છેવટ સુધી માત્ર બારી જ રહેશે. ન ફળદ્રુપ થઈ કોઈની પણ હથેળી, કે ખારી જમીનો તો ખારી જ રહેશે. પગેરું હયાતીનું જોયું છે કોણે? કે એ તો ફરારી ફરારી જ રહેશે. આ હું, આ પથારી ને આ પાસાંબાજી, છે જૂનાં જુગારી, જુગારી જ રહેશે. Ramesh Parekh ~ છ અક્ષરનું નામ
‘It’s Ok’. બસ એટલું જ પૂરતું છે. ‘ઓવર-કોન્ફીડન્સમાં હતા’, ‘ધીમું રમ્યા’, ‘બોડી લેંગવેજ નેગેટીવ હતી’, ‘ફલાણાને કારણે જ હાર્યા’ એવું કહેનારાનો રાફડો ફાટશે. પોઈન્ટ્સ ટેબલમાં અત્યાર સુધી ટોપ પર રહેલી અને ફાઈનલ સુધી અપરાજિત રહેલી ટીમ પર જો ગર્વ કરતા આવ્યા હોઈએ, તો એ જ ટીમના એક ખરાબ દિવસને કારણે તેમના પર ટીકાઓ કરવા લાગવી એ એક ‘ક્રિકેટ ફેન’ તરીકે આપણી inconsistency છે. મારી દીકરીને હું એ જ સમજાવતો હતો કે જ્યાં અપેક્ષાઓ હશે, ત્યાં નિરાશાઓ પણ રહેવાની. ઇન્ડિયન ટીમના હોઈએ કે કોઈ વ્યક્તિના, ચાહક હોવાનો અર્થ જ એ છે કે એમને બિનશરતી ચાહતા રહેવું. પ્રેમ કરનારા માટે હાર્ટ-બ્રેક કયાં...
પળમાં માવઠું દુકાળ પળમાં પળમાં મૂશળધાર Expert ના અભિપ્રાયને બદલાતાં ના લાગે વાર અમે ચાહીએ ક્રિકેટને કરીએ રમનારની પૂજા ક્રિકેટ fever ચડતો ત્યારે કામ ભૂલીએ દૂજા અમે લખેલું ભૂલી જાશું શું શું આજે કે’શું જેમને Superhero કહ્યા’તા એમને ગાળો દેશું વિવેક ને સંયમનો લેશે ભોગ આજ ઉન્માદ જેને જે ફાવે તે કહીશું કશું ન રાખશું યાદ ક્રિકેટ અમારા કોર્સમાં છે અમે MBA છીએ એમાં શું સાચું શું ખોટું છે, Mને Bધું Aaવડે જેમાં - તુષાર શુક્લ
એક પડખે ઊંઘ પૂરી થાય તો છે લાભ પાંચમ, સ્વપ્નમાં પણ દર્દ ના વર્તાય તો છે લાભ પાંચમ.. સ્વાદ અનુસાર અન્ન ખુદની થાળીમાં સૌ લે ભલે, પણ, એક પંગતમાં જ સ્વજનો ખાય તો છે લાભ પાંચમ.. વાહવાહી ગામમાં કેવળ કરે સૌ, કામનું શું? માવતર ઘરમાં જરીક હરખાય તો છે લાભ પાંચમ.. ધન મળે મહેનત વગરનું - એ વિચાર આવે ન ક્યારેય, દેહ પરસેવાથી પૂરો ન્હાય તો છે લાભ પાંચમ.. કાયમી શાસ્ત્રાર્થ થોડો થાય એ આદર્શ છે, પણ, નિર્વિવાદે દિ' પૂરો થઈ જાય તો છે લાભ પાંચમ.. હાથ નાખું ત્યાં મળે ધન - એ નથી દિલને અપેક્ષિત, રોગ પાછળ ના રકમ...
જિંદગીતો એક સુંદર સાજ છે હાસ્યએ તો જિંદગીનો રાગ છે. આજ આવી વિપદા તો શું થયું? આવનારી કાલ પણ સોગાત છે મોહ માયા જિંદગીની આશ છે, જીવને તો ખૂબ એની પ્યાસ છે. સાર તો ગીતા તણો સુંદર ઘણો, આ સાર તો ઈશ'નો ઉપહાર છે. મોતતો આ તનનું એ તો સત્ય છે પણ અમરતા એ આત્માનો તાજ છે. જાગૃતિ કૈલા, 'ઊર્જા'
દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે. દિવાળીનો પાંચ દિવસનો ઉત્સવ નવા ચંદ્રના ઉદયની સાથે ઓક્ટોબર 13 અને નવેમ્બર 14ની વચ્ચે આવે છે. હિન્દુ કેલેન્ડર પર તેને અશ્વિન મહિનાના અંતમાં અને કારતક મહિનાની શરૂઆતમાં નવા ચંદ્ર દિવસમાં ગોઠવવામાં આવેલ છે, અશ્વિન મહિનાના અંધારિયા પખવાડિયાના 13મા દિવસથી તે શરૂ થાય છે (અશ્વિનની 28મી તિથિ) અને કાતરક મહિનાના અજવાળિયા પખવાડિયાના બીજા દિવસે (કારતકની બીજી તિથિ)તે પૂરી થાય છે. ઉજવણીના...
દીવા: રંગબેરંગી વિવિધ પ્રકારના માટીના કોડિયાં; અને કેટલાકમાં મારી બહેનોના હાથથી કરેલું ચિત્રકામ પણ છે. અમુક ફકત કોળિયા છે અને અન્યમાં મીણ ભરેલું છે. મારા ટોપલામાં દીવા જ સાબિતી આપે છે કે દિવાળી છે, નહીં તો હું અને મારો આઠ સભ્યોનો પરિવાર ક્યારેય કંઈપણ ઉજવવાની સ્થિતિમાં નથી હોતા. અમને તહેવારોનો અર્થ જ નથી ખબર. તમે એકદમ સચોટ અનુમાન લગાવ્યું. અમે નિરાધાર છીએ, એટલા ગરીબ કે રોજ કૂવો ખોદો અને રોજ પાણી પીવો. તેથી, નવા કપડાં, મીઠાઈઓ અને ફટાકડાનો તો પ્રશ્ન જ નથી ઊભો થતો. અમે એવી દયનીય પરિસ્થિતિમાં જીવીએ છીએ કે જાતે બનાવેલા દીવાથી અમારી ઝૂંપડીને શણગારવાનું પણ પોસાય...
તેં 'રિટર્ન ગિફ્ટ'માં ખુશી આપી, વિરાટ! 'ફેન્સ'ની શું કાળજી રાખી, વિરાટ! વય હજી તારી પૂરી પાંત્રીસ થઈ, ત્યાં, સદી ઓગણ પચાસ આવી, વિરાટ! કોઈ પણ પીચનેય માને ક્યાં ખરાબ! પણ, બધીને તું ગણે સારી, વિરાટ! હોય પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા કે તોપ! તારે મન તો, સૌ 'મૂળા-ભાજી', વિરાટ! 'સો સદી-વીર'ને ખભે ઉંચક્યા 'તા કાલ! કીર્તિ એવી જ, આજ તેં આંબી, વિરાટ! તોય, તું બોલ્યો: "નથી એના સમાન", આવું કહી, તેં શાખ બેવડાવી, વિરાટ! ડાન્સની તક આપી 'ધીરજ'ને અનેક, તું બન્યો એ સૌમાં સહભાગી, વિરાટ! ✍️ ડૉ. ધીરજ એસ. બલદાણિયા
© 2023 MediaHives - All Right Reserved by iGujju.
© 2023 MediaHives - All Right Reserved by iGujju.