તેં ‘રિટર્ન ગિફ્ટ’માં ખુશી આપી, વિરાટ!
‘ફેન્સ’ની શું કાળજી રાખી, વિરાટ!
વય હજી તારી પૂરી પાંત્રીસ થઈ,
ત્યાં, સદી ઓગણ પચાસ આવી, વિરાટ!
કોઈ પણ પીચનેય માને ક્યાં ખરાબ!
પણ, બધીને તું ગણે સારી, વિરાટ!
હોય પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા કે તોપ!
તારે મન તો, સૌ ‘મૂળા-ભાજી’, વિરાટ!
‘સો સદી-વીર’ને ખભે ઉંચક્યા ‘તા કાલ!
કીર્તિ એવી જ, આજ તેં આંબી, વિરાટ!
તોય, તું બોલ્યો: “નથી એના સમાન”,
આવું કહી, તેં શાખ બેવડાવી, વિરાટ!
ડાન્સની તક આપી ‘ધીરજ’ને અનેક,
તું બન્યો એ સૌમાં સહભાગી, વિરાટ!
✍️ ડૉ. ધીરજ એસ. બલદાણિયા