11 બાળકોનાં ઉખાણાં
કોલસે સળગતી એને દીઠી, ચોમાસે લાગે છે મીઠી, એની છે અનેરી વાત, દેખાવે લાગે તે દાંત. 👉 મકાઇ નર બત્રીસ અને એક છે નારી, જુઓ જગતમાં છે સૌની પ્યારી, કહો કરીએ મનમાં પુરો વિચાર, મરે પહેલા નર અને જીવે નાર. 👉 જીભ હાથમાં એ તો લાગે નાનો, પણ દુનિયાનો તે ખજાનો, હોય પાસે તો વટ પડે, વારંવાર ‘હલો’ તે કહે. 👉 મોબાઇલ મારે ટોડલે બેસે છે, ટેહુક ટેહુક કરતો ભાઈ ઠૂમક ઠૂમક કળા કરે કલગીવાળો એ છે ભાઇ. 👉 મોર કલબલ એ તો કરતી જાય ઠૂમકા મારે એ તો ભાઈ ચાલે એ તો ધીમી ચાલ નાના પરીવારની એ જાત. 👉 કાબર વાઘ કેરી હું છું માસી ઘરના...