આંખો જોઈને જ શરમાવું પડ્યું હતું મારે કે તને ‘ના’ કઈ રીતે પાડીશ,
બસ આજ આંખો ના તેજે હા પડાવી દીધી હતી મને.
હોઠ તારા થોડા વધુ ગુલાબી લાગે છે આજે,
નથી જોઈ પહેલા ક્યારેય તને પણ તારું હાસ્ય અલગ જ છે આજે.
લાગે તો છે હજુ મને આ સ્વપ્ન તારી યાદમાં,
બસ ફરી આવી જાય એ સ્વપ્ન વહેલી સવારમાં.
નામ તારું મને હવે ભુલાતું નથી પળવારમાં,
બાકી ક્યારેક લાગી જાય છે ફેસવોશ મારા વાળમાં.
હવે એ નઈ સમજાતું કે આગળ કેમ વધવું આ બાગમાં,
મોર તો બનીજ ગયો છું બસ રાહ છે વરસાદના વાદળોની આ આભમાં.
– YASH ZADAFIYA