૨૬ જાન્યુઆરી ૧૯૫૦, ભારતનાં ઇતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણકે એ દિવસે આપણા ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક ‘પ્રજાસત્તાક રાષ્ટ્ર’ બન્યું. આ દિવસે ગાંધીજી તથા આપણા સ્વાતંત્ર્ય શહિદોનું સ્વપ્ન સાકાર થયું. તેથી આ દિવસ આપણે રાષ્ટ્રીય તહેવાર તરીકે આનંદ ઉલ્લાસથી ઉજવીએ છીએ.
આપણી રાજધાની નવી દિલ્લીમાં આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે. જ્યાં રાષ્ટ્રપતિ દેશને સંબોધે છે. ત્યાં સૌપ્રથમ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ત્યાં સશસ્ત્રબળના જવાન અને અન્ય વીરોને ઈનામ આપવામા આવે છે. આપણું રાષ્ટ્રીય ગાન “જન ગણ મન” ગાવામાં આવે છે. ત્યાં એક ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવે છે જે દિલ્લીમાં રાજઘાટથી વિજયપથ સુધી હોય છે . અહીંયાં અલગ અલગ વિસ્તારમાંથી પસંદ કરેલા બાળકો અને અનેક અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવે છે. ત્યાં બીજા ભવ્ય ઘણાં સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય છે તેમાં અલગ અલગ રાજ્યના લોકો પોતાની સંસ્કૃતીનું વૈવિધ્ય દર્શાવે છે . આ સંપૂર્ણ પ્રોગ્રામ આપણાં શહીદોને સમર્પિત હોય છે.
આ દિવસની ઉજવણી સામન્ય રીતે બધી જગ્યાએ થતી જોવા મળે છે. સ્કૂલ , કોલેજ અને અન્ય સરકારી સંસ્થાઓમાં આ દિવસ વૈવિધ્યપૂર્ણ ઉજવવામાં આવે છે.
પ્રાથમિક શાળામાં આ દિવસ સવારે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે તથા સ્પર્ધાઓ રાખવામાં આવે છે. તેમાં ચિત્ર સ્પર્ધા , સંગીત સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા જેવી સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. સૌપ્રથમ ત્યાં રાષ્ટ્રીય ગાન ગાવામાં આવે પછી વર્ષ દરમિયાન શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવે છે . ત્યાં લોકગીત, સાંસ્કૃતિક સંગીત, લોકનૃત્ય, સાંસ્કૃતિક નાટકો જેવા કાર્યક્રમ યોજવામાં આવે છે . ત્યાં આચાર્ય અને શિક્ષકો દેશને સંબોધીને આ દિવસ કેમ ઉજવવામાં આવે છે એના વિશે જ્ઞાન આપવામાં આવે છે. સરકારી કાર્યાલયો અને સંસ્થાઓમાં ધ્વજને ફરકાવીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
દેશભક્તિના લીધે આ દિવસે સમગ્ર લોકો એક સાથે આવે છે અને એકતાનો ભાવ દર્શાવે છે . તેમાં જાતિ- ભાતીના ભેદ વગર બધા જ લોકો આપનાં ભાઈ બંધુ સમજી એકસાથે આ રાષ્ટ્રીય તહેવાર ઉજવે છે અને પ્રજાસતાક દિનને લોકપ્રિય બનાવે છે .
દિશા પટેલ
Related