રસોડામાં બરાબર સાફ-સફાઇ ના થાય તો કીડી, મકોડા, વંદા ફરતા થઇ જાય છે. આ કારણે રસોડામાં દરેક વસ્તુઓ ઢાંકીને મુકી રાખવી પડે છે. આનાથી તમારું રસોડું ગંદુ થઇ જાય છે અને તમને ચીડ પણ ચડે છે. આ માટે રસોડાને ચોખ્ખુ રાખવું ખૂબ જરૂરી છે. રસોડુ ગંદુ હોય તો બેક્ટેરિયા ફેલાઇ જાય છે અને તમારા ઘરમાં બીમારી એન્ટ્રી કરે છે. પરંતુ આ કેટલાક ઘરેલું નુસ્ખાઓ અપનાવીને તમે રસોડામાં વંદાને ભગાડી શકો છો અને તમારું રસોડુ ક્લિન પણ રહે છે. તો જાણો વંદા, કિડી, મકોડાથી કેવી રીતે છૂટકારો મેળવશો.
કોફી
કોફીની સુગંધથી વંદા બહાર નિકળી જાય છે. વંદાને ભગાડવા માટે કોફીનો ઉપાય સૌથી બેસ્ટ છે. આ માટે તમે કોફીને એક કપડામાં બાંધીને નાની-નાની પોટલીઓ બનાવી લો અને રસોડામાં અલગ-અલગ જગ્યાએ મુકી દો. આની સુગંધથી વંદા આપોઆપ જ બહાર જતા રહેશે અને તમને શાંતિ પણ થશે. કોફીમાં રહેલું કોફીન વંદાના ઝેરને ઓછુ કરવાનું કામ કરે છે.
બોરોક્સ પાવડર
કોફીની જેમ બોરોક્સ પાઉડર પણ વંદાને ભગાડવા માટે સૌથી બેસ્ટ છે. બોરોક્સ પાવડરમાં તમે ખાંડ મિક્સ કરીને રસોડામાં અલગ-અલગ જગ્યાએ મુકો છો તો વંદા બહાર ભાગી જાય છે. વંદા જ્યારે આ ખાય છે ત્યારે શરીરમાં પાણીની માત્રા ઓછી થઇ જાય છે. ડિહાઇડ્રેશનની આ સમસ્યાથી વંદા થોડા જ દિવસમાં મરી જાય છે.
લીમડો
તમે રસોડામાં લીમડાના પાન પણ મુકી શકો છો. લીમડાની તેજ સુગંધથી રસોડામાં રહેલા કિટાણુંઓ મરી જાય છે. આ માટે તમે કોટનના નાના-નાના ટુકડા લો અને પછી તેલમાં લીમડાને પલાળીને મુકી રાખો. હવે આ કપડાને કોર્નરમાં મુકી દો. આમ કરવાથી વંદા રસોડામાં નહિં રહે અને તમને છૂટકારો પણ મળશે. આ સિવાય તમે કિચનમાં કીટનાશક સ્પ્રે પણ નાંખી શકો છો.