ચાલો આજે રસોડાની રાણી માટે iGujju તરફ થી થોડી મસાલેદાર ટિપ્સ જોઈએ, આ ટિપ્સ તમને કિચન કાર્યમાં ખુબજ ઉપીયોગી થાય તેવી અભ્યર્થના….
- ચીઝને સારી રીતે છીણી અને પ્રેઝેન્ટબલ બનાવવું ખુબજ સરળ છે. કોઇપણ જાતના મેશ વગર ચીઝને છીણવું હોય તો પહેલા ફ્રીજમાં મુકી કઠણ કરવું પછી છીણવું જેથી ચીઝ ખમણી પર ચોંટશે નહીં
- કેળાંની ચિપ્સ બનાવતી વખતે કેળાં કાળા ન પડી જાય તે માટે કેળાની છાલ ઉતારી કેળાંને પાંચ મિનિટ છાશ અથવા હળદરવાળા પાણીમાં મૂકી રાખવા
- ભીંડા ખુબજ ગુણકારી શાક છે , પરંતુ તેને ઝડપી બનાવવા વાપરો આ ટિપ્સ . ભીંડાને બારીક સમારી ચિપ્સની જેમ તળી એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકી રાખો. તાત્કાલિક શાક બનાવવું હોય તો ઉપયોગી થશે.
- ખટાશવાળા ખાદ્યપદાર્થો માટે કયારેય નોનસ્ટિક પેનનો ઉપયોગ ન કરવો. તેમાં એસિડિક પ્રક્રિયા થતી હોવાથી પેનનું કોટિંગ ઉખડી જશે.
- મોટા ભાગના રસોડામાં લોટના ડબ્બા માં કીડી એ કાયમી સમસ્યા હોય છે લોટ અને ખાંડના ડબ્બામાં થોડાં લવિંગ નાખી રાખો. એનાથી એમાં લાલ કીડીઓ નહીં આવે.