
આસાન નથી પુતિન સામે ટકરાવવુરશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ટકરાવવુ કોઇ પણ દેશ માટે આસાન નથી. આ વાત અમેરિકા પણ જાણે છે. આ કારણ છે કે અમેરિકાએ સીધી રીતે કહી દીધુ કે તે પોતાની સેના યૂક્રેનમાં નહી મોકલે. આવો જ મેસેજ નાટો તરફથી પણ આપવામાં આવ્યો છે, જેનો અર્થ એવો છે કે યૂક્રેને આ જંગ એકલા જ લડવી પડશે.
અમેરિકાએ આપી હતી અંજામ ભોગવવાની ચેતવણી
રશિયા જ્યારે યૂક્રેન પર હુમલાની તૈયારી કરી રહ્યુ હતુ. સરહદો પર સૈનિક તૈનાત કરવામાં આવી રહ્યા હતા ત્યારે અમેરિકા સૌથી વધુ ઉગ્ર હતુ. બાઇડને એમ પણ કહી દીધુ હતુ કે જો યૂક્રેન પર હુમલો થયો તો નાટો સભ્ય દેશ મળીને રશિયા પર હુમલો કરશે અને તેનો અંજામ ખરાબ હશે પરંતુ રશિયા આ ધમકીથી ડર્યુ નહતુ અને તેને યૂક્રેન પર સૈન્ય અભિયાન શરૂ કરી દીધુ હતુ. તે બાદથી અત્યાર સુધી અમેરિકા અને ના તો નાટોનો કોઇ સભ્ય દેશ રશિયા સાથે સીધા ટકરાવવા માટે આગળ આવ્યુ હતુ.
અંતે કેમ ડરી રહ્યા છે યુરોપીયન દેશ
રશિયા પર સીધા હુમલાથી યુરોપીયન દેશ પાછળ હટી રહ્યા છે, જેનું મુખ્ય કારણ, આ દેશોની રશિયા પર નિર્ભરતા છે. યૂરોપીય દેશ ઉર્જા માટે રશિયા પર નિર્ભર છે. યુરોપીય સંઘના કેટલાક દેશ, જે નાટો સભ્ય પણ છે પોતાની પ્રાકૃતિક ગેસ પુરવઠાના 40 ટકા ભાગ રશિયા પાસેથી મેળવે છે. એવામાં જો રશિયા ગેસ અને કાચા તેલની સપ્લાય રોકી દે છે તો યુરોપ મોટુ ઉર્જા સંકટમાં આવી જશે. વિજળી અને પેટ્રોલિયમ ઉત્પાદનો પર મોંઘવારી વધશે. આ વાત તમામ દેશ જાણે છે. માટે યુરોપીયન દેશ સીધી રીતે રશિયા સાથે ટકરાતા ડરી રહ્યા છે.
રશિયા પર પ્રતિબંધોની ખાસ અસર નથી
અમેરિકા અને અન્ય કેટલાક દેશો દ્વારા રશિયા પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે. તેમ છતા રશિયા રોકાવા માટે તૈયાર નથી. રશિયાએ પોતાની તાકાતને એટલી વધારી દીધી છે કે આ દેશ કોઇ પણ રીતના પ્રતિબંધથી પ્રભાવિત થવાનું નથી. અમેરિકા અને નાટો દેશો દ્વારા સીધો હુમલો ના કરવાનું આ પણ એક કારણ છે.
ચીનનો મળશે સાથ
ચીન એશિયાના સૌથી શક્તિશાળી દેશમાંથી એક છે. છેલ્લા કેટલાક વર્ષમાં રશિયા અને ચીન વચ્ચે મિત્રતા વધી છે. આ વાત અમેરિકા પણ જાણે છે. અમેરિકા પહેલાથી જ ચીનનો દુશ્મન છે. એવામાં જો રશિયા પર સીધો હુમલો થાય છે તો ચીનનો સાથ તેને મળશે.
પરમાણુ શક્તિથી સંપન્ન રશિયા
રશિયા પરમાણુ શક્તિથી સંપન્ન દેશ છે. આ સિવાય તેની પાસે હથિયારોનો મોટો જથ્થો છે. વિશ્વની સૌથી મોટી સેનામાંથી એક રશિયા પાસે છે. તે પોતાની મિસાઇલ ટેકનોલોજીથી રશિયા કોઇને પણ ધૂળ ચટાડવાની તાકાત રાખે છે.