રંગ જામ્યો છે નવલી નવરાતનો,
મારા હૈયે આનંદ અપાર હરખાતો.
મળ્યો છે સાથ સરખી સહિયરોનો,
માના ચાચર ચોકમાં ગરબો ગવાતો.
ગરબો વધાવ્યો અમે કંકુ ચોખલિયે,
દીવડાની જ્યોતથી ઝગમગ થાતો.
ગબ્બરના ગોખથી રે મા અંબા પધાર્યા ,
અવની પર આનંદનો અવસર રેલાતો.
આવ્યા રે આસોનાં રૂડા રે નોરતાં ,
રંગ જામ્યો છે નવલી નવરાતનો.
– દિનેશ નાયક “અક્ષર”