અજવાળું
અંધારું
ઝાંખપ
તેજ લીસોટો…
મોહરા
ચહેરે
યોગ્ય
અયોગ્ય…
સત્ય જૂઠ
અવિરત દોડ
ક્યારેક પોરો …
અમાપ
સૃષ્ટિ
ને
છતાં સંકડાશ
ને પછી
સંવાદે
બંધન-મૂક્તિ….
આંસુના દરિયામાં
ઉજળાં
એકજ
સ્મિતે….
ઝળહળે છે
જીવન રંગમંચ….
રચના: નિલેશ બગથરિયા
“નીલ”
રંગમંચે આ સૌએ જીવી જવાનું
આપેલું જ પાત્ર ભજવી જવાનું.