આજે આ પડી રહેલા વરસાદ એ તારી યાદ તાજી કરી દીધી, આજે તો જીવનના દરેક માર્ગે તું મારી સાથે છે અને એના માટે હું હંમેશા આભારી છુ, પરંતુ હંમેશા આ વરસતો વરસાદ મને એ સમય ની યાદ અપાવે છે. જયારે મે તને એ વરસાદમાં’ નિહારેલી, અને એ પળ મારી ડાયરીમાં’ અંકિત કરેલ છે., ઘણું બધુ મારું લખાણ એ ડાયરીમાં છે જે હું સમજાવી ના શકું, પણ હા એ દરેક ક્ષણને વાંચીને હું એ સમય ને મન મરજી મુજબ જીવી શકું છુ,
૨૫.૧૦.૨૦૧૧
આજે ઘણો ધોધમાર વરસાદ વર્ષી રહ્યો હતો, હું મારી બાલકની માંથી મસ્ત વરસાદ થી ભીની થયેલ માટીમાંથી પ્રસરતી સુગંધ માની રહ્યો હતો. અને ત્યાં તું મારી સામેની બાલકનીમાંથી વરસાદથી ભીંજાઈ રહેલા કપડા સમેટી રહી હતી, વરસાદના ધીમા પડતા ટીપા તારા ખુલેલા વાળો પર, પાંદડા પર ફૂલ હોઈ તેમ બેસી જતા હતા, આ પળ માટે હું ખુશ છુ આ સમયે મને તારાથી એક અજાણ જાણ કરાવી દીધી.
૨૮.૧૦.૨૦૧૧
એક નવી સવાર, મસ્ત સૂરજના કિરણોમાં આજે ફરી તને નિહારવાની ક્ષણ મળી આવી, તને જોતા જ ખબર નહી મારા મનનું બાળક ખુશીથી નાચવા લાગી જાય છે ઘણા સવાલોના જવાબ પણ જોઈતા હોઈ છે, તારુ નામ, કોણ છે તું,? પણ એ બધાથી ઉપર બસ તને તારી નજરથી જાણવું છે.
૧.૧૧.૨૦૧૧
આજે તારા વિચારોએ મને આખી રાત જગાડી રાખ્યો, હું તારી રાહે એક કલાક બાલકની એ સમાધિ લગાય બેઠો, પણ તુ દેખાઈ નહિ, જેમ નદી દરિયા ને મળવા રસ્તો શોધતી હોઈ છે, મારી આંખો તને શોધી રહી હતી. આ મન છે, ઘણું કહેવા માંગે છે તારાથી,
મારા દિન, મારી રાત
મારા સપના, મારી વાત
મારા અંધકારના રોશનીમાં
લહેરતા પવનમાં બસ તુ છે.
આ જણાવું છે મારે તને.
૪.૧૧.૨૦૧૧
આજે આપણે એક જ સમયે સામ-સામે થઈ ગયા, તને જોઈ હું ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો, હ્રદય જોરથી ધડકી રહ્યુ હતું, તુ સામે હતી પણ પાસે નહિ, કહેતી હતી આંખો મારી ઘણું પરંતુ તારી નજર મારા પર ન હતી. એ ક્ષણ માટે તો ઘડીક એમ થયું, બસ થમાવી દઉ આ સમયને, અને બસ તને જોયા કરું.
૭.૧૧.૨૦૧૧
અને આજે એ દિવસ આવી જ ગયો. સામ સામે થઇ એ વાતો કરેલો પળ કોઈ પુરસ્કાર જેવો હતો મારા માટે. એના એક એ સ્મિત એ મારા’ મનમાં સંબંધની ગાઢ ગાંઠ બાંધી દીધી હતી, સપના જેવું લાગેલું એ વાત કરવુ આપણું લાગેલું કે દુરી છે, જાણે બે દરિયાના કિનારા પરંતુ મારું મન જાણતું હતું, કે એક જ હોળી ના આપને બે મુસાફર છે અને બસ એ સમય માટે હું હમેશ આભારી છુ, એજ સમય ના મિલન થી આજે આપણે જીવનસાથી જો બન્યા છે.
યાદો એ નવા દિવસ સવાર જેવી હોય છે
હંમેશા તાજગી અને પ્રેરણા આપતી હોય છે.