એક ટેબલ પર પડેલા મોબાઈલ માંથી અવાજ આવી રહ્યો હતો,જાણે કોઈ બિલકુલ ધીમા અવાજે ગુસપુસ કરી રહ્યું હોય…એ જ ટેબલ પર પડેલા પુસ્તકને એ જાણવાનો રસ પડ્યો,કારણ કે ઘણા સમય પછી પુસ્તકએ મોબાઇલને એ ટેબલ પર જોયો હતો…!
પુસ્તક શાંતિથી નજીક જઇ,કાન ધરીને એ વાતો સંભાળવાનો પ્રયાસ કરે છે…
(મોબાઈલમાં વોટ્સએપ, ફેસબુક, ઇન્સટાગ્રામ વચ્ચે કંઇક ચર્ચા ચાલી રહી હતી)
વોટ્સએપ : Hey FB Bro,કેમ છે યાર..?
ફેસબૂક : Oh Whatsapp bro,મજામાં દોસ્ત…બસ એક તકલીફ છે..!
વોટ્સએપ : કેમ ભાઈ,શું તકલીફ આવી પડી ??
ફેસબુક : અરે જોને ભાઈ હમણાંથી શેઠ મારી જોડે બહુ ઓછો સમય વિતાવે છેે…ના કોઈ likes,comments કે ના કોઈ નવી Post…બસ ક્યારેક ક્યારેક ભૂલા પડે છે અહીં..!
વોટ્સએપ : ઓહ,એવું છે ભાઈ…! એ બાબતે તો મારે શાંતિ છે,રોજ સવાર પડે ને શેઠ રાત્રે 1:30-2 વાગ્યા પછી આવેલા Msgs જોવા લાગી જાય ને બધાને સુવિચારો,ગુડ મોર્નિંગ ના Msgs મોકલશે,Status મુકશે…પછી આખો દિવસ બધાના અવનવા Status જોશે..!
પણ તોયે એક તકલીફ છે…યાર આ ઈન્સટાગ્રામ સૌથી નાનો છે તોયે જોને શેઠ આખો દિવસ એની જોડે ને જોડે..!
ફેસબુક : હા યાર,સાચી વાત…પણ તોયે તારે તો થોડું સારું છે કે આખો દિવસ થોડી થોડી વારે સંભાળ તો લે છે..!
વોટ્સએપ : ઉભો રહે,ઈન્સટા ને બોલાવીએ આપણે…
Hey Insta Bro,Whatsapp dude..??
(પુસ્તક મનમાં વિચાર કરે છે..મારે તો ઘણા સમયથી ફરિયાદ છે તોયે હજુ કોઈ જોડે ફરિયાદ કરી નથી)
ઇન્સ્ટાગ્રામ : બોલો ને ભાઈ,કયા કામથી યાદ કર્યા..?
ફેસબુક (કટાક્ષમાં) : તમે તો મોટા માણસ યાર,તમારે તો રોજની બેઠકો હોય મોટા મોટા માણસોની સાથે..!
વોટ્સએપ : અરે શેઠના લાડકા,શું કરી રહ્યા છો..?
ઇન્સ્ટાગ્રામ : અરે બસ સૂતો હતો યાર,જોને શેઠ આખો દિવસ Scroll up & down કરે જ રાખે છે…
વોટ્સએપ : સારું ચાલ સુઈ જઈએ આપણે,રાત્રે પાછું 1-2 વાગ્યા સુધી જાગવાનું થશે આપડે..!
આમ,કરીને વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સુઈ જાય છે અને ફેસબૂક પણ બિચારું શું કરે..? કંટાળીને એ પણ સુઈ જાય છે…
(આ બધી વાતો સંભાળ્યા પછી પુસ્તકના મનમાં રહેલો સવાલ સળવળ્યો ને એને મોબાઈલ પાસે જઈને પૂછ્યું…હું કોને ફરિયાદ કરું..?? પણ બધા સુઈ ગયા હતા એટલે કાંઈ જવાબ મળ્યો જ નહી… ને એ પુસ્તકની વ્યથા પુસ્તકમાં જ સમાઈ ગઈ…!!!)