દરેક છોકરી કે છોકરા માટે પોતાના લગ્ન હોવા એ ખાસ બાબત બની રહે છે. પોતાના લગ્નમાં સુંદર દેખાવા માટે છોકરીઓ અને છોકરાઓ અનેક પ્રકારનું પ્લાનિંગ કરતા હોય છે. આમ, જો ખાસ કરીને વાત કરીએ તો છોકરીઓ તૈયાર થવાને વધુ મહત્વ આપતી હોય છે. તૈયાર થવામાં છોકરી પોતાનામાં કોઇ પણ પ્રકારની ઉણપ જોવા દેતી નથી. જો કે હવે દરેક ઋતુમાં લોકો લગ્ન કરતા હોય છે. આમ, જો તમારા લગ્ન ચોમાસામાં છે તો જાણો ગોર્જીયસ લુક માટે શું કરશો.
ચોમાસામાં આ ટાઇપના બ્રાઇડલ આઉટફિટ રાખો
મોનસૂનમાં આઉટફિટ પર સૌથી વધારે ધ્યાન આપો. આ માટે તમારો લહેંગો બહુ લાંબો ના હોય એનું ખાસ ધ્યાન રાખો. જો તમારો લહેંગો બહુ લાંબો હશે તો તમે વરસાદી પાણીમાં મુશ્કેલીમાં મુકાઇ શકો છો. આ માટે એવો લહેંગો ટ્રાય કરો જેમાં તમે કમ્ફોર્ટેબલ ફિલ કરો. આ માટે તમે શિફોન, ખાદી, કોટન, ઓર્ગેના અને રેયોન જેવા કપડાની પસંદગી કરી શકો છો.
હેર સ્ટાઇલનું ખાસ ધ્યાન રાખો
મોનુસન વેડિંગમાં હેર સ્ટાઇલ પર પણ પૂરતું ધ્યાન આપો. ખુલ્લા વાળ ફ્રીઝી થઇ શકે છે. જે પછી તમારો આખો લુક બગાડીને મુકી દે છે. આ માટે મોનસૂન સિઝનમાં બન્સ અને બેડ્સ જેવી હેરસ્ટાઇલની પસંદગી કરો. પાર્ટી ગાઉનની સાથે તમે હાઇ બન કરો છો મોનસુન વેડિંગ માટે એકદમ પરફેક્ટ લુક છે.
ન્યુડ મેક અપ કરો
આ વાતાવરણમાં ડાર્ક મેક અપ સારો લાગતો નથી. આ માટે તમે મોનસૂનમાં મિનિમલ અને ન્યૂડ મેક અપ કરો. આ સાથે જ તમે વોટરપ્રુફ મેક અપની પસંદગી કરો. આઇ મેક અપ અને લિપસ્ટિકના શેડ્સ માટે હળવા રંગોનો ઉપયોગ કરો. હેવી મેક અપ ગરમીમાં સારો લાગે છે. જો તમે આ સિઝનમાં હેવી મેક અપ કરો છો તો એ જલદી ખરાબ થઇ જશે અને તમારો ફેસ ખરાબ લાગશે.
આર્ટિફિશયલ જ્વેલરી ના લગાવશો
મોનસૂનમાં તમે આર્ટિફિશિયલ જ્વેલરી લગાવવાનું ટાળો. આ જ્વેલરી તમારો આખો લુક બગાડીને મુકી દેશે.