હેલ્થ શબ્દ જેવો સંભળાય આંખ સામે ડાએટ પ્લાન આવવા લાગે , જાત જાતની કસરતો અને વર્કઆઉટ્સ કરવાનું યાદ આવે પણ એવું કયારેય વિચાર્યું છે કે ફિઝિકલ હેલ્થ જેટલી જ મેન્ટલ હેલ્થ મહત્વની છે. મન ખુશ હશે તો શરીર પણ હેલ્થી રહેશે. ગુસ્સો,દુઃખ, ખરાબ યાદો અને બીજી ઘણી બધી વસ્તુઓ મનમાં રહી ને દુઃખી કરે જશે ને છેવટે શરીર ધીમે ધીમે બગડતું જશે…પોઝિટિવ રહેવું જ જોઈએ એ સાચું પણ સંજોગો સાથે ના હોય તો શું કરવાનું? તો નકામી વસ્તુને મન માં દાખલ નહીં થવા દેવાની, લડી લેવાનું.
કેમકે શરીરમાં રોગ આવતા જાય એના કરતાં સુધરતા જવું જરૂરી. પોતાની મનની શાંતિ માટે બસ 10 મિનિટ ગમતું કરવાનું રાખવું એટલી શરૂઆત કરશો ને તો ઘણું બધું સુધરતું જશે. દિલને ખુશ રાખો નહીંતો દવાઓ ખાવી પડશે.