ચહેરા પર મહોરાંને લગાવી હું હસું છું..
કહું શું? દુઃખ બધા હૈયે દબાવી હું હસું છું..
બની જોકર હસાવું છું રડી છાનું જ જાતે,
બતાવી સુખ બધા હાલે છુપાવી હું હસું છું..
કરું છું ગાલ લાલે જો તમાચો મારતાં હું,
અશ્રુ હરખનાં કહી ભાવે વધાવી હું હસું છું..
સિફતથી આંખ લૂછી ને બતાવું હાસ્ય ને હું..
અભિનય કરી પળે પળને સજાવી હું હસું છું..
અહેસાસે જગે અદભૂત રંગે લોક હૈયે..
બધા અભ્યાસ સંગાથે રચાવી હું હસું છું..
વહેવારે જ જીવે કોકિલા આ જીંદગીને..
શિશ નમાવી મુખવટાને હટાવી હું હસું છું…
ચહેરા પર મહોરાંને લગાવી હું હસું છું.
કહું શું? દુઃખ બધા હૈયે દબાવી હું હસું છું..
કોકિલા રાજગોર