ઘરમાં રૂટિનનું ખાવાનું બનાવીને તમે કંટાળી ગયા હોવ તો આજે અમે તમારી માટે એક મસ્ત રેસિપી લઇને આવ્યા છીએ. જો તમે મુંબઇ જાઓ અને ત્યાંનો તવા પુલાવ ના ખાઓ તો તમે કશું જ ખાધુ નથી એમ કહીએ તો પણ ચાલે. જો તમે પણ મુંબઇ સ્ટાઇલનો તવા પુલાવ ઘરે બનાવવા ઇચ્છો છો તો નોંધી લો આ રેસિપી…
સામગ્રી
- 1 કપ બાફેલા ભાત
- 1 ચમચી તેલ
- 1 ચમચી બટર
- સમારેલા લીલા મરચાં
- સમારેલી ઝીણી ડુંગળી
- એક ચમચી આદુની પેસ્ટ
- બાફેલા વટાણા
- સ્વાદાનુંસાર મીઠું
- સમારેલા ટામેટાં
- પાઉંભાજીનો મસાલો
- કસ્તુરી મેથી
- સમારેલી ઝીણી કોથમીર
- બાફેલા બટાકા
- પાણી
- કાશ્મીરી લાલ મરચું
- લીંબુ
બનાવવાની રીત
- મુંબઇ સ્ટાઇલ તવા પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ નોનસ્ટીક પેનને ગરમ કરવા મુકો.
- ત્યારબાદ એમાં તેલ અને બટર ઉમેરીને ગરમ થવા દો.
- આ વસ્તુ ગરમ થઇ જાય એટલે એમાં સમારેલા મરચા અને આદુની પેસ્ટ ઉમેરો.
- પછી સમારેલી ડુંગળી એડ કરીને 5 મિનિટ સુધી ચઢવા દો.
- ટામેટાં એડ કરો અને 2 મિનિટ માટે થવા દો. આ સાથે જ આમાં બાફેલા બટાકા અને વટાણા ઉમેરો.
- આ બધી પ્રોસેસ થઇ જાય એટલે એમાં પાઉંભાજીનો મસાલો, કસ્તુરી મેથી, કોથમીર અને કાશ્મીરી લાલ મરચું એડ કરીને બરાબર મિક્સ કરી લો.
- ત્યારબાદ બાફેલા ભાત ઉમેરીને મસાલા સાથે ભેળવી દો અને હળવા હાથે મિક્સ કરો.
- આ બધી જ પ્રોસેસ થઇ જાય એટલે મિડીયમ ફ્લેમ પર 5 મિનિટ સુધી થવા દો.
તો તૈયાર છે તવા પુલાવ.
હવે આ તવા પુલાવ પર ઉપરથી લીંબુનો રસ ઉમેરો અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો. જો તમે આ રીતે તવા પુલાવ બનાવશો તો એકદમ મુંબઇ જેવો જ બનશે.