એક નવી એડવેન્ચર બુક – એ સમયની વાર્તા જયારે ઇજિપ્તમાં ફેરોહનું સામ્રાજ્ય ચાલતું હતું. મીનારા – ધ ડોટર ઓફ તુતનખામેન, એ અમદાવાદની એક કિશોરી દ્વારા લખાયેલ આશ્ચર્યજનક અને વિશિષ્ટ કલ્પનાચરિત્ર છે.
(2020માં, વિશાખાએ કોવિડ રોગચાળાના લોકડાઉન દરમિયાન સમય વિતાવવાના ઉદ્દેશથી ટૂંકી વાર્તાઓ તરીકે પોતાની કલ્પનાને કાગળ પર ઉતારવાની સફરની શરૂઆત કરી. શું તેણીને ખબર પણ હશે કે આ વાર્તાઓ આગળ જઈને એક પુસ્તકોની શ્રેણીમાં આવી જશે !).
છઠ્ઠી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ, સમૃદ્ધ સાંસ્કૃતિક અને ભાષાકીય ઇતિહાસ માટે જાણીતા શહેર અમદાવાદમાં એક યુવા લેખિકાએ તેની પ્રથમ ઐતિહાસિક કાલ્પનિક વાર્તા, મીનારા – ધ ડોટર ઓફ તુતનખામેનના લોકાર્પણ સાથે કથા વાર્તાની દુનિયામાં પ્રવેશ કર્યો. આ પુસ્તકનું લોકાર્પણ એ.એમ.એ., અટિરા કેમ્પસ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. પુસ્તક વિમોચન પ્રસંગમાં વિ પબ્લિશર્સ તરફથી વિઝનભાઈ રાવલ, માતૃભારતીના સંસ્થાપક મહેન્દ્રભાઈ શર્મા, ગુજરાત સમાચારના વરિષ્ઠ કોલમિસ્ટ પરાજિતભાઈ પટેલ, અમેરિકન કોર્નરના ડાયરેક્ટર તેજલ વસાવડા, ડો નૂતન કોટક (ગુજરાત યુનિવર્સીટી ) અને પિંકી વ્યાસ ( ડિરેક્ટર AILF ) તથા AILF – Ahmedabad International Literature ફેસ્ટિવલ ના સ્થાપક ઉમાશંકર યાદવ ઉપસ્થિત રહ્યા હતા.
મીનારા એ કેથરિન રિવેરા (તેના મુખ્ય પાત્ર) અને તેના મિત્રોના એકમાત્ર છતાં અદ્ભુત સાહસ વિશેની એક રસપ્રદ સમય-મુસાફરીની વાર્તા છે કારણ કે તેઓની મિત્રતા ધમકીઓ, દગો, મિત્રતા, જાદુ અને શબ્દની વાસ્તવિક કસોટીનો સામનો કરે છે અને તેમ છતાં ટકી રહે છે.
શું કેથરિન અને તેના મિત્રો તેમની ધારણા સિવાયની શક્તિઓથી આ જોખમોથી બચી શકશે?
મીનારા અને મહાન ફેરોહ તુતનખામેન વિશેની વાર્તાઓ ખરેખર સાચી છે કે ઇજિપ્તના વિશાળ રણના રેતીના ઢગલાઓની વચ્ચે રહેલા મૃગજળ જેવી લોકવાયકા?
બસ, આ બઘી માહિતી જાણવા માટે તો આપ સહુએ મિનારા પુસ્તક વાંચવું જ રહ્યું.
ફેસબુક પર વિશાખાને અનુસરો – https://www.facebook.com/bhatnagarvishakha