શું તમે પણ મેનીક્યોર કરાવ્યા વગર નખની સુંદરતાને જાળવી રાખવા માંગો છો ? તો આ રહ્યાં ઉપાયો.
સૌ પ્રથમ દર અઠવાડિયે એક બાઉલમાં હુંફાળા પાણીમાં થોડાં લીંબુનાં ટીંપા નાખી તેમાં નખ બોળી રાખો, ત્યારબાદ નખને સાફ કરીને તેનાં પર નાળીયેરનું તેલ લગાવી દો. તમે ચાહો તો રોજ પણ નાળિયેરનાં તેલની માલીશ તમારા નખ પર કરી શકો છો.
નખને પ્રોપર શેપ આપ્યા બાદ તમને ગમતી નેઈલ પોલિશનો પહેલો કોટ લગાવો. એ સુકાઈ જાય પછી બીજો કોટ લગાવો. તે પણ સુકાઈ જાય પછી ટ્રાન્સપરન્ટ કલરનો એક કોટ લગાવો. આ લાસ્ટ કોટ નેઈલ કલરનાં પ્રોટેક્શનનું કામ કરશે. તેનાથી તમારા કલરને શાઈન પણ મળશે અને લાંબા સમય સુધી ચાલશે.
જો તમે લાંબા નખનું આયુષ્ય ઈચ્છતા હોવ તો કોઈ પણ વસ્તુ પરથી સ્ટિકર કાઢવા માટે નખનો ઉપયોગ ન કરો. ગાર્ડનિંગ કે ઘરનાં અન્ય કામ માટે પણ ગ્લવ્સ પહેરીને કામ કરવાની આદત રાખો.
નખને પીળા કે ડીહાઈડ્રેટ ન થવા દો. તેની પર સમયાંતરે મોશ્ચ્યુરાઈઝર લગાવતાં રહો. જ્યારે તમે નેઈલ પોલિશ રીમૂવ કરો ત્યારે નખને થોડી વાર કુદરતી વાતાવરણમાં રહેવા દો. તરત જ બીજી નેઈલ પોલિશ કરવાનું ટાળો. ઉપરાઉપરી નેઈલ પોલિશ કરવાથી અથવા તો ખરાબ ક્વોલિટીને નેઈલ પોલિશ કરવાથી પણ નખ પીળા પડી જાય છે.
સારા અને મજબૂત નખ માટે આહારમાં પ્રોટિનવાળો ખોરાક જેવા કે પાલક, દાળ વધારે પ્રમાણમાં લેવા જોઈએ.