ના નમવાનો શોખ છે,ના કોઈને નમાવવાનો શોખ છે,
મિત્ર છું, મિત્રો સાથે મિત્રતા નિભાવવા નો શોખ છે.
જિદ્દી છું, પણ જાહિલ નથી હું, જગત આખું જાણેછે,
ના માનવા નો શોખ છે, ના કોઈ ને મનાવવા નો શોખ છે.
અભિમાની સામે તો એટલેજ મસ્તક રાખ્યું છે ઊંચું !
ના ઝૂકવા નો શોખ છે,ના કોઈને ઝૂકાવવા નો શોખ છે,
જિંદગી તો ઈશ્વરેની અમૂલ્ય ભેટ છે, ના કદી વેડફાય,
ના મરવા નો શોખ છે, ના કોઈને મારવાનો શોખ છે .
હેસિયત નથી એટલી કે કોઈ ને હું રીઝવી શકું ,પણ !
ના યાચવાનો શોખ છે,ના કોઈ સામે નાચવા નો શોખ છે.
સામ સામે આવ્યા પછી કોઈ સમાધાન શક્ય જ નથી,
ના હાથ ખેંચવાનો શોખ છે,ના હાથ જોડવા નો શોખ છે.
પડકારો હશે પહાડ જેવડા તો પણ ઉઠાવી લેશું પ્રેમ થી.
” મિત્ર” ના હારવાનો શોખ છે, ના હરાવવાનો શોખ છે.
Related