મિત્રતા એટલે શું? જો તેને સરળ શબ્દોમાં કહેવામાં આવે તો એવી જેના સાથે કોઈ પણ સ્વાર્થ વગર રહેવું ગમે. પરંતુ આજકાલ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની મિત્રતા કંઈક નવું જ સૂચવે છે. જેમાં અપડે વ્યક્તિને મળ્યા પણ નથી હોતા અને તેને ઓળખ્યા વગર જ ફ્રેન્ડ તરીકે ફરજીયાત સંબોધન આપવાનું રહે છે. આજના યુગનું કડવું કહો કે મીઠું સત્ય છે. આપણે દરેક સારી રીતે સમજતા અને જાણતા જ હશું દરેક સંબંધ નાના મોટા સ્વાર્થ સાથે જ જોડાયેલા છે.
નિસ્વાર્થપણું અને પ્રેમ, મિત્ર પ્રત્યે તમારી વફાદારી સાચી મિત્રતા માટે ત્રણ પાયાના સિદ્ધાંતો છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ ભગવાન શ્રી કૃષ્ણ ઉમદા રીતે સમજાવે
છે. સુદામા અને શ્રી કૃષ્ણની મિત્રતાનો એક નાનકડો પ્રસંગ જે ઘણુંબધું સમજાવી જાય છે. શ્રી કૃષ્ણ અને સુદામા જયારે સાંદીપનિ ઋષિના આશ્રમમાં શિક્ષા મેળવી રહ્યા હતા તે સમયની વાત છે. બંને મિત્રો જંગલમાં લાકડા વીણવા જાય છે પરંતુ જંગલનો રસ્તો દુર્ગમ હોવાથી રાત જંગલમાં જ રહેવું પડે છે. ઋષિપત્નિએ સુદામાને બંને ભાથામાં ખાવા ચોખા આપ્યા હતા. રાત્રીના સમયે બંને મિત્રોને ભૂખ લાગે છે ત્યારે સુદામા કૃષ્ણ થી છુપાઈને ચોખા ખાવા માંડે છે. ભગવાન શ્રી કૃષ્ણ ભૂખ્યા થાય છે અને સુદામાને પૂછે છે કે કઈ ખાવાનું છે. ત્યારે સુદામા ના કહે છે. બસ ત્યાર પછીની સુદામાની દરિદ્રતાનો ખ્યાલ સૌને છે જ।
ઘણા વર્ષો બાદ ફરી સુદામા જયારે દ્વારકાના રાજા શ્રી કૃષ્ણ ને મળે છે ત્યારે સુદામાની પત્નીએ આપેલા ચોખા શ્રી કૃષ્ણ ને ભેટમાં આપે છે. ત્યાર બાદ જ તેમની દરિદ્રતા દૂર થાય છે.
બસ આજ નાનકડો પ્રસંગ મિત્રતા અને કર્મ બંધન બંને વિષે ઘણું બધું સમજાવતો જાય છે. મિત્રતાની સાથે દરેક સંબંધ નિસ્વાર્થ રહેવો અત્યંત જરૂરી છે નહિ તો , કર્મબંધન પીછો મુકશે નહી.