ચાણક્ય પોતાના ગ્રંથ “ચાણક્ય નીતિ”માં એવી અનેક શિક્ષા આપતાં હોય છે જે વ્યક્તિને જીવનમાં જરૂરી હોય છે. દરેક મા-બાપનું સપનું હશે કે તે સૌથી સારા મા-બાપ બની શકે. તો જાણો કે મા-બાપનું કર્તવ્ય શું છે?
ચાણક્યના કહેવા પ્રમાણે મા-બાપનું પહેલું કર્તવ્ય બાળકોને શિક્ષિત કરવું છે, તેમને સારા સંસ્કાર આપવા એ જ તેમનું કર્તવ્ય છે.
જો તેઓ તેના બાળકોને શિક્ષિત ન કરે તો તે પોતાના જ બાળકોના દુશ્મન કહેવાય. કારણકે અશિક્ષિત માણસને કોઈ બોલાવતું નથી. બધી જગ્યાએ તેમનો તિરસ્કાર થાય છે. તેથી મા-બાપને સૌથી પહેલા પોતાના બાળકોને શિક્ષિત કરી તેમનું કર્તવ્ય પૂર્ણ કરવું જોઈએ.
VR Niti Sejpal