ઠેસ શબ્દ સાંભળતા જ એ વાત દોડવા લાગશે કે પ્રેમમાં કોઈ વ્યક્તિને ઠેંસ વાગી અથવા તો દગો મળ્યો. પરંતુ અહીં વાત તદ્દન જુદી છે. અહીં પ્રેમમાં ઠેસ નથી વાગી પરંતુ ઠેંસ વાગી એટલે પ્રેમ થયો છેનિ
હા,એકદમ ખરું સાંભળ્યું છે. વાત છે મુંબઈ શહેરમાં રહેતા આરવ અને ઇશિતાની. બન્ને કદાચ છેલ્લા ત્રણ વર્ષથી એક જ શહેરમાં રહેતા હતા. તથા તેમના ઘર વચ્ચેનું અંતર પણ સાધારણ જ હતું. ક્યારેક કદાચ કોઈ સ્થળે એકબીજા જોયા પણ હશે પણ એ એક અજાણ વ્યક્તિની રીતે. આરવ એક સીધો સાદો છોકરો અને ઇશિતા એક નટખટ મિઝાઝની સંગીતની શિક્ષિકા. ઇશિતા અને સંગીત જાણે એક બીજાના પર્યાય કેમ ના હોય.
આજે આરવને એક ઇન્ટરવ્યૂ માટે જવાનું હતું. આરવનો સ્વભાવ શાંત અને પ્રેમાળ હતો, માટે દરેક વ્યક્તિ એની સાથે હળી મળી જતી. ઇન્ટરવ્યૂ માટે મોડું ન થાય માટે આરવ વહેલો ઉઠી ગયો હતો. અને તૈયાર થઇને બેઠો હતો ૧૦ વાગે પહોંચવાનું હોવાથી તે ૯.૩૦ ઘરેથી નીકળે છે. કારણ કે જ્યાં ઓફિસમાં તેને જવાનું હોય છે તે એના ઘરથી નજીક છે અને સંજોગોવસાત આ ઓફિસ એજ જગ્યા એ હતી જ્યાં ઇશિતા એનું સંગીતક્લાસ ચલાવતી હતી.
ઓફિસ ઘણી દૂર નહોતી આરવે પગે જ જવાનું નક્કી કર્યું. ચાલતો ગયો, પરંતુ ચાલતા ચાલતા તે અચાનક જ થોભી ગયો. કોઈ મીઠી કોયલ જાણે વરસાદને આવકાર રીઝવતી હોય, જાણે મોરનો ટહુકો સાંભળી મન પ્રફુલ્લિત થઇ જાય તેવી જ રીતે કોઈ મધુરસ્વર આરવ સાંભળેછે. અને એ સ્વર છે ઇશિતાનો. આરવ તો સાનભાન ભૂલીને એ સ્વર જે દિશામાંથી સંભળાય છે એ દિશાતરફ વળવા લાગે છે. સ્વર ની જાળમાં વીંટાયેલો આરવ આગળ જતા એક પથ્થર સાથે અથડાય છે અને ઠેંસ વાગતા એ જોરથી બૂમ પાડી બેસે છે. આ ચીસ સાંભળતા ઇશિતાના અધ્ધર બીડાઈ જાય છે અને તે બહાર નીકળે છે.
બહાર જુએ છે તો એક છોકરો હાથમાં રાખેલી ફાઈલ ઠેંસ વાગતા જમીન પર પડે છે તેથી કાગળિયા બહાર વેરવિખેર થયેલા છે જેને ભેગા કરે છે. પગની છેલ્લી આંગળીમાં ઠેંસ વાગતા નખ તો વળી ગયો પરંતુ લોહી વહેવા માંડ્યું. માણસાઈની રીતે ઇશિતા ને થયું કે આ છોકરાની મદદ કરવી જોઈએ. ઇશિતાએ તેને કાગળિયા એકઠા કરવામાં મદદ કરી થતા તેને એના ક્લાસ પર લઇ ગઈ અને બહાર આંગણામાં ખુરશી પર બેસાડ્યો. પીવા માટે પાણી આપે છે તથા તેના ઘાવમાં મલમ–પટ્ટી પણ કરી આપે છે. આરવને હજુ એજ વાતનો અફસોસ છે કે પેલી છોકરીને કેમ શોધે જે આટલું સરસ ગાતી હતી.
“જો પગમાં ઠેંસ વાગી નાહોત તો હું એને શોધી લેત” આવું મનમાં બબડે છે. ઇશિતાનો આભાર વ્યક્ત કરી આરવ ત્યાંથી રજા લે છે. આરવને તો ફક્તએ અવાજ જ ગૂંજ્યા કરે છે રાત અને દિવસ. ગમે તેમ કરીને બસ એને શોધવા માટે ઝંખે છે.
પગમાં વાગ્યું હોવાથી તે ફરી ઘર તરફ પાછો વડે છે. હવે તો માત્ર એ સુરીલો સ્વર જ એને સાંભળવો છે “જેનો કંઠ આવડો સુરીલો છે એ છોકરી કેવડી મીઠી હશે“ મનમાં મનોમંથન કરે છે. થોડા દિવસ બાદ કોઈ કામના લીધે તે ફરી ત્યાંથી પસાર થાય છે. ઇશિતા બહાર ઝૂલાપાર બેસી મધુર ગીત ગાય છે. રવિવાર હોવાથી આજે તેના સંગીત ક્લાસમાં કોઈ વિધાર્થી નથી માટે તેનો અવાજ સમગ્ર સંગીત ભવનમાં ગુંજી ઉઠે છે. ઘણા દિવસે આ રસ્તે પાછો ફરે છે એ સ્વર તો આરવને યાદ છે પરંતુ તે ના મળી શક્યો એ વાતનો અફસોસ છે એને નિરાશા સાથે આગળ વધતો અને રસ્તામાં પડેલા કાંકરાઓને ઠેંસ મારતા મારતા આગળ વધે છે.
થોડે આગળ પોહ્ચે છે ત્યાં ફરી એ જ ધૂન એ જ સ્વર સંભળાય છે આગળ ચાલતો જાય છે . ઝૂલા પર બેઠેલી ઇશિતા પર અને નજર પડે છે રસ્તા પર ધ્યાન ન દેતા ફરી એ જ છીપ્પર પર અથડાય છે અને ઠેંસ વાગે છે. બહાર ઝૂલા પર બેઠેલી ઇશિતાનું ધ્યાન આરવ તરફ જાય છે અને તે દોડતી બહાર આવે છે અને જુએ છે કે આતો એજ વ્યક્તિ છે જેને મેં ઠેંસ વાગતા મલમપટ્ટી કરી આપેલ હતી
ઇશિતાને જોતા તેને પૂછ્યું કે હમણાં જે સુરીલો સ્વર વાતાવરણમાં ગુંજતો હતો એ તમારો હતો ? શું તમે એ ધૂન ગાઈ રહ્યા હતા ? હકારમાં ડોકું હલાવી ઇશિતાએ જવાબ આપ્યો “હા, એ મારો જ અવાજ હતો” પરંતુ તમે કેમ આવું પૂછો છો? અને વારંવાર એક જ છીપ્પર સાથે કેમ અથડાઈ જાવ છો તમે ?ત્યારે આરવ બધી વાત વિગતે ઇશિતાને કરે છે અને અંતમાં કહે છે, “મને તમારા અવાજથી પ્રેમ થઇ ગયો છે. શું તમે આ જીવન મારા માટે આવો જ પ્રેમ રસ ફેલાવી શકો?” મંત્રમુગ્ધ થયેલી ઇશિતા તો અમુક ક્ષણ માટે ચૂપ જ રઇ ગઈ. જે વ્યક્તિ એને આટલી હદ સુધી પ્રેમ કરે છે એને પાછો વાળવો પણ યોગ્ય નથી. સારો, સંસ્કારી, દેખાવડો અને મુખ્ય તો એને પ્રેમ કરનારો. આવા જ જીવનસાથીની શોધ માં એ આજ દિવસ સુધી કુંવારી જ રહી. અંતે કોઈ એવું એને મળે છે જે એની કલાને સમજે છે, એને પ્રેમ કરે છે અને એની કદર જાણે છે આરવના આ પ્રસતાવ માટે હા, કહી ઇશિતાએ આરવને કદાચ દુનિયાની સૌથી મોટી ખુશી આપી દીધી હોય. આજે બન્ને ખુશખુશાલ પોતાનું જીવન વિતાવે છે. માટે જ પ્રેમમાં ઠેંસ નથી વાગી પરંતુ ઠેંસ વાગી એટલે પ્રેમ થયો.