આજે મે કરી મારા સાથે થોડી વાતચીત,
શમાં, અટલું પડી ભાંગવાનું, આ શું છે રીત?
શું પહેલી વાર બીમાર પડી છો?
કે કસોટીઓ સાથે લડવાનું ભૂલી ગઈ છો?
હમેશા હસતી રમતી ખિલખિલાટ રહેતી
એ મનોવૃત્તિ ક્યાં રહી જતી?
કેમ ભૂલી ગઈ, ઉતાર ચડાવ છે જીવનની નિતિ ?
તને ફરી એવું બનવું જ પડશે, જેવી તું હતી!
ફરિયાદને ક્યારથી તારો દોસ્ત બનાવી નાખ્યો?
નિરાશાને ક્યારથી તારું સરનામું સોંપી દીધું?
આ વ્યક્તિત્વ તારી પરિભાષા નથી શમાં,
મને તને ફરી જોવી છે એ જ જૂની લેહ માં
બીમારીને હસવાનો મોકો નહીં આપ,
એને આશ્ચર્યમાં નાખ.
એ પણ વિચારે, “આ હું કોના શરીરમાં આવી ગઈ?
આણે તો મારી કિંમત સાવ ઘટાડી નાખી!”
આજ પછી હું તને હિંમત હારતા ન જોઉં શમાં,
હર મુશ્કેલીનો સામનો કરવો, એજ છે તારી ગરિમા.
હિંમતે મરદા તો મદદે ખુદા,
બાધાથી ડરે, એ બીજા!!
શમીમ મર્ચન્ટ