મારા વિરોધની વાતો, મને ના નડી છે,
મને ના મારા વખાણની પણ પડી છે.
મને માન સન્માન મળે કે મળે ના,
બધુંય પચાવવાની આદત પડી છે.
તમે મારા સમર્થક કે હો મારા હરિફ,
ક્યાં આપણી એમ આંખો લડી છે.
આપું છૂટો દર વેતરો, વેતરાય એટલું,
શસ્ત્રથી કે શબ્દોથી, ના કંઈ તડી છે.
મારા શબ્દો તો છે ધગધગતા લાવા જેવા,
દાઝે દુશ્મનો, કરવી આફતો ખડી છે.
-દિનેશ નાયક “અક્ષર”