મારા પપ્પા
નથી એ છતાં હંમેશા મારી સાથે હોય છે.
હાથ એમનો સદાએ મારે માથે હોય છે.
હંમેશા એ મારી યાદોમાં હાજર હોય છે.
મારા હર સાહસમાં એમનો હાથ હોય છે.
અચાનક મને મોટો બનાવી એ જતાં રહ્યા.
વિચારોમાં મને આગળ ધક્કો મારતાં રહ્યા.
પાછળ રહી જીંદગીનો માર્ગ બતાવતા રહ્યા.
એમના આશિર્વાદ મને જીત અપાવતા રહ્યા.
મૃદુલ મનથી હાથ જોડી રોજ અમે નમતા રહ્યા.
જીંદગી સામે લડતા મને શિખવાડતા રહ્યા.
વાર બહુ લાગત મને સમજતા આ જીંદગી.
જતાંજતાં એક પળમાં બધુ સમજાવતા ગયા.
મૃદુલ શુકલ (મૃદુલ મન)