કરુણાની મૂર્તિ અને સ્નેહનો સાગર છે માં
દયાની દેવીને મમતાનો મહાસાગર છે માં….
સાગર લાગે અતુલ્ય ગાગર પાસે ને
અતુલ્ય પ્રેમનું ઝરણું એટલે માં
મિત્રતાનું શ્રેષ્ઠ ઉદાહરણ ને
સંતાનના સ્મિતનું કારણ છે માં….
બાળકો માટે નિસ્વાર્થપ્રેમનો દરિયો છે માં
સંતાનના જીવનનો હસ્તાક્ષર છે માં
ઈશ્વરની કળાનું અદ્ભૂત સર્જન છે માં
ચહેરામાંજ ભગવાનના દર્શન છે એ છે માં….
જેના સ્પર્શમાત્રથી શરીરની તમામ પીડા દૂર થાય
એ ડોક્ટર એટલે માં
જીવન ઘડતરના પાઠ શીખવનાર
સાચો શિક્ષક એટલે માં….
ચહેરો જોઈને મનનાં ભાવ સમજી જાય
એ મૌન વાચક છે માં
ભગવાન પાસે સંતાનના સુખ માગતી યાચક છે માં….
વિધાતા સોંપે જો કલમ માતાના હાથમાં
તો ક્યારેય દુઃખના લખે સંતાનના ભાગ્યમાં
દરેક સમસ્યાનું સમાધાન છે માં
દરેક સુખનું સરનામું છે માં….
જેના ખોળે સ્વર્ગનો અનુભવ છે એ માં
જેના હાલરડે સંભળાતો મધુર રવ છે માં….
વાત્સલ્યનો મીઠો રણકાર ને
સંતાનનાદુઃખોનો પડકાર છે માં સંતાનના કોળીએ આવતો
અમૃતનો ઓડકાર છે માં….
જેની પાસે માં છે એને કિંમત નથી
અને નથી એને જીવવાની હિંમત નથી
દેવોએ પણ જેનો મહિમા ગાયો એ સુંદર ગીત છે માં
જેના ગુણગાન ગાતા શબ્દો પણ ઓછા પડે
તે અધૂરી કવિતા છે માં….
– તૃપ્તિ વી પંડ્યા “ક્રિષ્ના”