માડી તારા હોય કાયમી રખવાળા
જીવતરમાં અમારે હોય પછી અજવાળા.
બધા જ બંધ દરવાજે
આવતી તું જ એક દ્વારે
એકવાર નહીં ક્યારેય
આવતી તું વારે વારે.
માડી તારા હોય કાયમી રખવાળા…
અટકેલો નથી ભટકલો નથી
મા તારા સહારે નીકળેલો હું
પાર પડીશ જાણ છે બરાબર
મા તારા આધારે તરેલો હું
માડી તારા હોય કાયમી રખવાળા…
શક્તિ સ્વરુપા તારું જ રટણ છે
જગે મારું ન હવે ખાલી ભ્રમણ છે
માંગ્યું નથી મેં તો ક્યારેય એક કણ
આપ્યું છતાં આ રંકને મણ મણ
માડી તારા હોય કાયમી રખવાળા
જીવતરમાં અમારે હોય પછી અજવાળા..
રચના: નિલેશ મથુરદાસ બગથરિયા”નીલ “