તહેવારો નજીક હતા, નલિનીની આ પહેલી દિવાળી હતી. તેની ખૂબ ઈચ્છા હતી કે આ વખતે બે ત્રણ દિવસ તહેવારના મહિયરમાં કરે, પણ નવા નવા લગ્ન હતા તેથી તે કોઈને કહી શકતી નહોતી, સાસુ વહુ બન્ને ખરીદી કરવા ગયા, ઘણી બધી મીઠાઈઓ અને નાસ્તા લીધા, ઘર તરફ આવતા જ એક દુકાને ગાડી રોકી અને થોડીક મીઠાઈઓ અને નાસ્તા બીજા લીધા.
નલિનીને આશ્ચર્ય થયુ કે બધું ડબલ ડબલ કેમ તેનાથી ના રહેવાયુ તેથી તેને સાસુને પૂછ્યું, મમ્મીજી બધું ડબલ ડબલ કેમ? સાસુ એ જવાબ આપ્યો, “અરે બેટા, ધનતેરસના દિવસે તમારે તમારા મહિયર જવાનુ છે, પછી નવા વર્ષના દિવસે પાછા આવજો. આપણે અહીંયા પણ તહેવાર સચવાય અને ત્યાં પણ.. આખરે તમે પણ કોઈની દિકરી છો બેટા.. જેમ અમને અમારી દિકરી વહાલી છે તેમ તમે પણ તમારા માતા પિતાને વહાલા હોવ ને ?”
નલિનીની આંખમાં આસું હતા અને સાસુ માટે અઢળક પ્રેમ..