મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી મિશળ પાવ બનાવતા શીખો !
સામગ્રી :-
1) મઠ
2) બટાટા
3) હળદર
4) મીઠું
5) આમલી
6) તેલ
7) જીરું
8) ડુંગળી
9) લીમડો
10) આદુ-મરચાની પેસ્ટ
11) લવિંગ
12) લાલ મરચાં પાવડર
13) ફરસાણ
14) પાઉં
15) ગોળ
16) લીંબુનો રસ
પદ્ધતિ :-
1) સૌ પહેલા મઠને અને આમલીને પણ પલાળી રાખો.
2) તે પછી પ્રેશર કૂકરમાં મઠ, બટાટાને હળદર અને મીઠું સાથે બાફવા મૂકી દો.
3) એક પેનમાં તેલ નાખી, તેમાં જીરું, ડુંગળી, લીમડો, આદુ-મરચાની પેસ્ટ, હળદર, મરચા પાવડર ઉમેરી હલાવો.
4) આમલીનો રસ કાઢી તે પણ ઉમેરો.
5) તૈયાર કરેલા મઠને ગોળ સાથે ઉમેરો.
6) તેમાં પાણી નાખો.
7) હવે મિસળ ઉપર ડુંગળી અને ટામેટાને લીંબુના રસ, પાઉં અને ફરસાણ સાથે સર્વ કરો.
તમારી સ્વાદિષ્ટ રેસિપી તૈયાર છે.
VR Niti Sejpal