તમે બધા મહારાણા પ્રતાપને તો જાણો છો. તેઓ તેમની બહાદુરી અને મહાનતા માટે જાણીતા છે. અંગ્રેજો પણ તેમનાથી ડરતા હતા. મહારાણા પ્રતાપે કેટલીક એવી વાતો કહી હતી જે તમારું જીવન પણ બદલી શકે છે. તો ચાલો જાણીએ કઈ છે તે ત્રણ વસ્તુઓ.
આ ત્રણ વાતો કહી હતી..
અભિમાન
મહારાણાએ કહ્યું હતું કે માણસની સૌથી મોટી સંપત્તિ માત્ર સન્માન અને અભિમાન છે. જો તે એકવાર જાય તો તે પાછુ ન મળે. તેથી જીવનમાં ગમે તેવો સમય આવે પણ તેમને તમે ગુમાવવા ન દો.
સમય
મહારાણા પ્રતાપે કહ્યું હતું કે સમય સાથે ક્યારેય રમવું ન જોઈએ. કારણ કે સમય જ્યારે તમારી સાથે રમે છે તો રાજાને પણ ઘાસ ખાવા માટે મજબુર કરી દે છે. તેથી સમય બગાડો નહીં અને તેની ઈજ્જત કરો
સમ્માન
મહારાણા પ્રતાપે કહ્યું હતું કે જે વ્યક્તિ સમ્માનહીન હોય છે તે મૃત સમાન હોય છે. જેથી ભલે જીવ વયો જાય પણ સમ્માન ન ખોવુ જોઈએ.
આ ત્રણ બાબતોને હંમેશા યાદ રાખવાથી તમારું જીવન બદલાઈ જશે. જૂના સમયના રાજાઓ અને સંતોની વાતોને અમલમાં લાવામાં આવે તો જીવન બદલાઈ શકે છે.