એક વાર મફતલાલ ને થયું કે સાલું ગુગલ આખાય ગામ નું સોલ્યુશન આપે તો મફત માં વીજળી કેમ વપરાય એનું શુકામ ના આપે ?
પછી બંધ એસી નીચે બેઠા બેઠા તેઓને લેપટોપ ખોલ્યું, બાજુવાળા માસી નો પાસસ્વર્ડ નાખીને મફ્તકાકાએ ગુગલ સાથે સંવાદ શરુ કર્યો …
Mafat-kaka to Google :
વિજબીલ કેમ બચાવવું?
1.2 મિલિસેકન્ડમાં ગુગલે જણાવ્યુ ….
એલ ઇ ડી પાવરસેવર વગેરે વાપરો
ફરીથી સર્ચ કર્યું કે
વિજબીલ અડધું કરવું હોય તો?
ગુગલે 2 મિલિસેકન્ડમાં જણાવ્યું કે ….
એરકન્ડિશનર જેવા હેવી લોડ યંત્રો બનેતો ન વાપરવા, બારીઓ ખુલ્લી રાખો, ઝાડપાન વાવો, બારીઓમાં ફિલ્મ લગાડો, સૂર્યશક્તિ નો ઉપયોગ કરો.
વ્યક્તિએ તરત સર્ચ કર્યું કે….
બિલ જ ન આવે એવું કરવું હોય તો?
ગુગલે 5 મિલિસેકન્ડમાં જણાવ્યું કે એનો ઉપાય તો ભારતની સંસ્કૃતિ માં સદીઓથી રહેલો છે. વેકેશનમાં કાકા મામા ફઈ ના ઘેર મહિનો રોકાઈ આવો, 0 યુનિટ બિલ આવશે…
આટલું વાંચ્યા બાદ પેલો વ્યક્તિ કિપેડ ટચ કરે એ પહેલાં ગુગલે સામું લખ્યું
કે…. હવે વીજકંપનીઓ સામા પૈસા કેમ આપે એમ ન પુછતો…મફતિયા … !!!