મને ઝરૂખે જઈને જોવાની ટેવ પડી છે,
ખોટી તો ખોટી મને આ હોવાની ટેવ પડી છે.
આભ છે વરસે તો એ વરસે મૂશળધાર,
ધરાને તૃપ્ત કરવા રોવાની ટેવ પડી છે.
ચહેરો તો સદા ચમકતો રહે કે ના રહે,
સતત અહર્નિશ આયનો જોવાની ટેવ પડી છે.
મનના તરંગોમાં ઉજાસ હો કે તિમિર હો,
ખુશીઓને સદંતર હોવાની ટેવ પડી છે.
હું નથી દરવેશ તેથી બોલ દુઆ શું આપું ?
અક્ષરને તો બધુંય ખોવાની ટેવ પડી છે.
દિનેશ નાયક “અક્ષર”