ઘણી વાર તમને થયું હશે કે તમે તમારી આજુ-બાજુમાં રહેતાં મનુષ્યને જોઈને જ જાણી શકો તો કેવું સારું? એ સારા વ્યક્તિ છે કે ખરાબ એ પણ ખબર કેવી રીતે પાડવી? શુ એ શક્ય છે? હા! ચાણક્યનીતિમાં કહ્યું છે કે મનુષ્યને કેવી રીતે પારખવું.
ચાણક્યે કહ્યું છે કે વ્યક્તિના વ્યવહાર પરથી તેના કુળનું જ્ઞાન મળી જાય છે. તેની ચાલ અને ભાષા પરથી તેના દેશની ખબર પડી જાય છે. તે લોકોને કેવું આદર દે છે તે પરથી તેનો પ્રેમભાવ ખબર પડે છે. તથા મનુષ્યનાં શરીર પરથી તેની ખાવાની માત્રા ખબર પડે છે.
આ રીતે મનુષ્યના વ્યવહાર, ચાલ, ભાષા પરથી આપણે તે માણસને પારખી શકીએ છીએ.
VR Niti Sejpal