શરીરમાં યકૃતમાં ગ્લુકોઝ ઉત્પન્ન કરવા માટે મધ ફ્યુલ તરીકે કામ કરે છે. આ ગ્લુકોઝ મગજની અંદર શર્કરાનું સ્તર ઉચું રાખે છે ,અને બર્નિંગ હોર્મોન્સ દ્વારા ચરબી મુક્ત કરે છે. મધના આહારથી ફાયદો થાય તે માટે, ફક્ત તમારા દિવસ દરમિયાન ખાંડના બદલે મધ વાપરો.
મધ સાથે હૂંફાળુ પાણી અને તાજા નિચોવેલા લીંબુનો રસ,તેમજ તજનો ભૂકો નાખીને સવારમાં પીવાથી તમારું વજન ઝડપથી ઓછું થઈ શકે છે. સવારે ખાલી પેટે આ જાદુઈ મિશ્રણ પીવું જોઈએ, ખાસ કરીને જો તમે કેલરી ઝડપથી બર્ન કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો દિવસમાં બે વાર પીવો. તે તમને સરળ રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે અને આ મિશ્રણથી તમારી પેટની ચરબી ઝડપથી ઘટે છે.
પેટની ચરબી, જે હૃદયરોગ, ડાયાબિટીઝ અને કેન્સરના કેટલાક સ્વરૂપોના વધતા જોખમ સાથે જોડાયેલી છે, તેમાંથી છુટકારો મેળવવો સરળ નથી. પરંતુ મધ અને તજના મિશ્રણથી તમને એક જ અઠવાડિયામાં પરિણામો દેખાવા શરૂ થઈ જશે.