એકાંતમાં મળ્યાં હતાં,ભુલ્યો નથી એ સાથને,
વરસો થયા છે વાતને, ભુલ્યો નથી એ રાતને,
ભેટી હતી એ પ્રેમથી, ભુલ્યો નથી એ તાનને,
એ પીગળી ને ગયાં, ભુલ્યો નથી એ બાથને,
કૈ’ મસ્તકે ફરતો હતો એ હસ્ત ખૂબ હેતથી,
પકડી કદી ચાલ્યાં હતાં,ભુલ્યો નથી હું હાથને,
દુરી ય ન્હોતી ક્યાં ય પણ ,બંને વચ્ચેનાં પ્રેમમાં
થંભી ગયા’તા શ્વાસ જ્યાં,ભુલ્યો નથી એકાંતને.
અર્પણ કર્યું ‘તું સર્વસ્વ મારું પ્રણયમાં કોઇ’દી,
આપી પ્રણયમાં લાગણી,ભુલ્યો નથી ખૈરાતને.
હિંમતસિંહ ઝાલા