માતા બનવું તેના જેવું સુખ દુનિયામાં બીજુ કોઇ નથી, પરંતુ જો તમારુ બાળક ખોડ-ખાપણ વાળું નીકળે તો માતા માટે આનાથી વધારે દુખની વાત બીજી કોઇ ના હોઇ શકે. ભારતમાં દર વર્ષે ૨૭ હજાર કરતા વધુ નવજાત શીશુ બહેરાશ સાથે પેદા થાય છે. જો યોગ્ય સારવાર આપવામાં આવે તો ૬૦ % બાળકોને બાળપણમાં જ આ બિમારીમાંથી બચાવી શકાય છે.
શહેરની સરખામણીએ ગામડામાં વધારે બાળકો બહેરાશની બિમારીથી પીડાય છે. નવજાત શીશુઓના બહેરાશનું કારણ વારસાગત પણ હોઇ શકે છે. ભારત દેશમાં ૬.૩ ટકા લોકો બહેરાશથી પીડાય છે.
૩ થી ૪ મહિના સુધી બાળક અવાજ સાંભળીને તેની આંખો અવાજ જે બાજુથી આવે છે તે તરફ ફેરવે છે. ઘૂઘરા, ખંજરી કે માણસના અવાજો સાંભળીને બાળક જો પ્રતિક્રિયા આપે તો તેના કાન યોગ્ય રીતે કામ કરે છે, પરંતુ જો તે પ્રતિક્રિયા ન આપે તો તરત જ ડોક્ટર પાસે જવું જોઇએ.
પ્રસુતિ સમયે માતા સાઇટોટોક્સિસ દવાઓ અને એન્ટિબાયોટિક્સના સંપર્કમાં આવે તો બાળકને કમળો, શ્વાસ રુંધાવો જેવી સમસ્યા થઇ શકે છે. બહેરાશની તપાસ બે સ્ટેપમાં કરવામાં આવે છે. OAE અને ABR દ્વારા બહરાશની તપાસ કરી શકાય છે.